જીએસટીની માફક ઇન્કમટેકસમાં પણ નિયમોની આટીઘુંટીને કારણે કરદાતાઓની પરેશાનીમાં વધારો થયો છે. કારણ કે બે કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનાર ચોખ્ખા નફા પેટે આઠ ટકા બતાવે અને તે પ્રમાણે ટેકસ ભરે તો ઓડીટમાંથી મુકિત આપવામાં આવતી હોય છે. પરંતુ ટર્ન ઓવરમાં આઠ ટકાથી ઓછો નફો બતાવે તો પાંચ વર્ષ સુધી ફરજીયાત ઓડીટ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
તેના કારણે કરદાતાઓની પરેશાની વધી છે.
ઇન્કમટેકસ ઓડીટ રીટર્નમાં રહેલી જોગવાઇને કારણે કરદાતા દ્વારા ભેખડે ભેરવાય તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે. કારણ કે જે કરદાતાનુ ટર્ન ઓવર બે કરોડથી ઓછુ હોય તો તેને ઓડીટની જોગવાઇમાંથી છુટકારો મેળવવા માટે ટર્ન ઓવરના આઠ ટકા લેખે ચોખ્ખો નફો બતાવીને ટેકસ ભરપાઇ કરી દે તો તે કરદાતાનુ ઓડીટ કરવામાં આવતુ નથી. પરંતુ બે કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનારે આઠ ટકાથી ઓછો નફો બતાવીને ટેકસ ભરપાઇ કર્યો તો તેનંુ આગામી પાંચ વર્ષ સુધી ફરજીયાત ઓડીટ કરવામાં આવશે. તેના કારણે કરદાતાના વેપારમાં ઘટાડો થયો હોવાના કારણે ટર્ન ઓવરમાં ચોખ્ખો નફો ઓછો બતાવે તો પણ ઓડીટની જોગવાઇમાંથી છુટકારો મેળવવા માટે આઠ ટકાનો ચોખ્ખો નફો બતાવવો પડે તેવી સ્થિતીનુ નિર્માણ ઇન્કમટેકસના કાયદામાં રહેલી જોગવાઇને કારણે થયુ છે. જેથી એવુ પણ કહેવાય છે કે પ્રામાણિકતાથી ચોપડા બતાવે તો પાંચ વર્ષ ઓડીટની માથાકુટમાંથી પસાર થવુ પડે તેમ છે.