કેરળના સબરીમાલા મંદિર કેસમાં ત્રણ જજોની બનેલી બેન્ચ આજે પુનર્વિચારના કેસનો ચુકાદો આપવાની હતી પરંતુ બેન્ચે કહ્યું હતું કે અમે મોટી બેન્ચને આ કેસ મોકલી આપ્યો હતો. હવે સાત જજોની બનેલી બેન્ચ આ કેસને હાથમાં લેશે અને એના વિશે વિચાર કરીને ચુકાદો આપશે. પાંચમાંના બે જજો જસ્ટિસ નરીમાન અને જસ્ટિસ ચંદચૂડ પોતાના ચુકાદાને વળગી રહ્યા હતા. બાકીના ત્રણે કહ્યું હતું કે અમે મોટી બેન્ચને આ કેસ સોંપી દીધો છે. હવે સાત જજો આ કેસ હેન્ડલ કરશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોર્ટે પોતાના અગાઉના ચુકાદા પર સ્ટે આપ્યો નહોતો. કોર્ટે કહ્યું હતું કે અમે આપેલા ચુકાદાનો અમલ કરવો કે નહીં એ સરકાર પોતે નક્કી કરે. અગાઉ ના ચુદાકામાં કોર્ટે કહ્યું હતું કે કોઇ પણ મહિલા સબરીમાલા મંદિરમાં જઇ શકે છે. આજે કોર્ટે કહ્યું કે અમે તમામ રિવ્યૂ પિટિશનો જોઇ ગયા છીએ. અમે અગાઉના ચુકાદાને વળગી રહીએ છીએ. કાયદો અને વ્યવસ્થા તથા નૈતિકતાનો સવાલ છે ત્યાં સુધી બંધારણમાં કેટલી છૂટ આપવામાં આવી છે એ પણ અમે જોયું છે. હવે સરકારે નક્કી કરવાનું છે કે અમે અગાઉ આપેલા ચુકાદાનો અમલ સરકાર કરવા માગે છે કે નહીં. રિવ્યૂ પિટિશનમાં સેંકડો વરસોની પરંપરાને આગળ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આ રિવ્યૂ પિટિશન સાથે મહિલા માત્રનો અધિકાર જોડાયેલો છે. જેમ કે પારસીઓની અગિયારી, મુસ્લિમોની મસ્જિદ અને દરગાહ વગેરેમાં પણ મહિલાઓના અધિકારો સંકળાયેલા છે. એટલે મહિલા અધિકારની દ્રષ્ટિએ પણ આ રિવ્યૂ પિટિશનો જોવાની હતી.