રાજ્ય સરકારનું ભ્રષ્ટાચાર નાબુદીની દિશામાં ઉપાડેલું કદમ કેટલું કારગર નિવડશે ?

Spread the love

ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચમરસીમા પર ચાલી રહ્યો હોવાની પૃષ્ટી મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના નિવેદનોમાં અનેક વખત છતી કરી ચુક્યા છે. આ ભ્રષ્ટાચાર નાથવા રૂપાણી સરકારે પ્રયાસ પણ કર્યા છે. સમય સાથે બધા ગુજરાતના નરેન્દ્ર મોદીના સાશનને યાદ હવે નથી કરતાં, પરંતું, વાસ્તવિકતા છેકે, ભ્રષ્ટાતારને વધુ વેગવાન કરવાનું કામ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન થયું છે, જેને નાથવાનું વિજય રૂપાણીના ભાગે આવ્યું છે.

રાજ્યમાં સૌથી મલાઇદાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારમાં બદનામ એટલે મહેસૂલ અને વાહનવ્યવહાર વિભાગ. આરટીઓમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર અને કાળી કમાણી થાય છે. સેંકડો વખત એસીબીના દરોડા અને સરકારી તંત્રની પારદર્શિતા કરવાના પ્રયાસ છતાં પણ કાળી કમાણી યથાવત રહે છે. આરટીઓ ચેકપોસ્ટ પર સરકાર પણ મલાઇ મળતી હોવાના કારણે પોતાના માનીતા અધિકારીઓને પોસ્ટીંગ આપતી અથવા તો, ત્યાં પોસ્ટીંગના લાખો રૂપિયા લેવાતાં હતાં. આરટીઓ કચેરીઓમાં પણ એજન્ટોનો અડીંગો રહેતો, જે વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ સંચાલકો સાથે સીધો સોદો કરીને કરોડોની કમાણી પણ કરાવી આપતાં હતા.

ત્યારે, આરટીઓમાં ભ્રષ્ટાચાર દુર કરવાની દિશામાં સરકારે સરાહનિય કદમ ઉઠાવ્યા છે. લાઇસન્સ કઢાવી આપવાના નામે ચાલતી એજન્ટપ્રથા દુર થવાની શક્યતા વધી શકે છે. આઇટીઆઇ અને ઇજનેરી કોલેજમાં લર્નિંગ લાઇસન્સ કાઢી આપવાની શરૂઆત થવાના કારણે હવે ભ્રષ્ટાચાર ઘટવાની અને જવાબદેહી વધવાની પણ સંભાવના છે. આ ઉપરાંત ફી અને વિવિધ ટેક્સ ભરવાની વ્યવસ્થા પણ ઓનલાઇન કરી દેવામાં આવી છે. જેના કારણે, વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટર અને ટ્રાન્સપોર્ટ સંચાલકો પોતાની ઓફીસમાંથી તમામ વ્યવહાર કરી શકશે. જે, વિવિધ પેનલ્ટીના નામે થતાં કરોડોની ખાયકી હવે સદંતર બંધ થવાની શક્યતા છે.

જોકે, રાજ્યના અધિકારીઓ જે કરોડોની મલાઇ મેળવતાં અને તેમના ખાયકીના રસ્તા બંધ થવાના કારણે હવે, રસ્તા પર પેટ્રોલિંગ વધારીને તેમજ એકલદોકલ વાહનો સાથે નાણાં પડાવવાની પણ શક્યતા વધશે. રાજ્યની ચેકપોસ્ટ બંધ થવાના કારણે વાહનચાલકોને ટ્રાન્સપોર્ટેશનમાં થતાં સમયનો બચાવ પણ થઇ શકશે. તો, બીજી તરફ દારૂની હેરફેર પણ વધવાની શક્યતા છે.

રાજ્ય સરકારે વાહનવ્યવહારને વધારે સરળ અને પારદર્શી કરવા માટે ઉઠાવેલા કદમ સરાહનિય છે. પરંતું, તેની પદ્ધતિ સરકાર પોતાનો આશય સિદ્ધ કરવાના હેતુંથી અમલીકરણ કરાવે અને આરટીઓ અધિકારીઓ દ્વારા નિયંત્રિત જવાબદેહી આપી ભ્રષ્ટાચાર પર અંકુશ મુકી શકાય તે દિશામાં હજુ પગલાં લેવા આવશ્યક છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com