36200 કરોડના ખર્ચે બનશે 594 કિ.મી. લાંબો હાઈવે
મેરઠથી પ્રયાગરાજ સુધી 12 જિલ્લામાંથી પસાર થશે
ગંગા એક્સપ્રેસ – વેથી યુપીના વિકાસના દ્વાર ખુલશે : PM
PM મોદીએ ગંગા એક્સપ્રેસ – વેનો શિલાન્યાસ કર્યો.
દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે ભેટ આપ્યો. 36200 કરોડના ખર્ચે બનશે 594 કિ.મી. લાંબો હાઈવે મેરઠથી પ્રયાગરાજ સુધી 12 જિલ્લામાંથી પસાર થશે. શાહજહાંપુરમાં (Shahjahanpur) ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો.
આ ગંગા એક્સપ્રેસ વે દેશના સૌથી ફળદ્રુપ વિસ્તારોમાંથી પસાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શનિવારે કહ્યું કે ગંગા એક્સપ્રેસ વે (Ganga Expressway) ઉત્તર પ્રદેશમાં કનેક્ટિવિટી સુધરશે અને આર્થિક વિકાસ અને પર્યટનને વેગ આપશે. ગંગા એક્સપ્રેસ – વેથી યુપીના વિકાસના દ્વાર ખુલશે.
PM મોદીએ આપ્યો નારો UP+YOGI બહુત UPYOGI
ઉત્તરપ્રદેશની ચૂંટણીને લઇને PM મોદીનું સૂત્ર UP+YOGI બહુત UPYOGI.
તે રાજ્યના પશ્ચિમમાં મેરઠને પૂર્વમાં પ્રયાગરાજ સાથે જોડશે અને મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાઉન, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ 12 જિલ્લાઓમાંથી પસાર થશે. 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ પણ બનાવવામાં આવશે
પૂર્ણ થવા પર, તે રાજ્યના પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારોને જોડતો ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે. શાહજહાંપુરમાં એક્સપ્રેસ વે પર એરફોર્સના એરક્રાફ્ટના ઇમરજન્સી ટેક-ઓફ અને લેન્ડિંગમાં મદદ કરવા માટે 3.5 કિલોમીટર લાંબો રનવે પણ બનાવવામાં આવશે.
એક્સપ્રેસ વેની સાથે ઔદ્યોગિક કોરિડોર પણ બાંધવાની દરખાસ્ત છે. એક્સપ્રેસ વે ઔદ્યોગિક વિકાસ, વેપાર, કૃષિ, પર્યટન વગેરે સહિતના ઘણા ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપશે. આનાથી પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને મોટો વેગ મળશે.