હેડ કલાર્ક પેપર લીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ સોમવારે સચિવાલય ખાતે વિરોધ કરશે તેવા ખાનગી સમાચાર મળતા તમામ સચિવાલયના ગેઇટો પાસે સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી હતી.
ત્યારે નહેલે પે દહેલા ની જેમ સચિવાલય નહીં પણ કોબા કમલમ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા પ્રદર્શન કરવામાં આવેલ, જેમાં ભાજપ કમલમ ખાતે સિક્યુરિટી દ્વારા અંદર ન પેસવા દેતા દરવાજાને ધક્કો મારી ને ઘૂસીને અસિત વોરા હટાવો સાથેના બેનરો સાથે કમલમ ના મુખ્ય દરવાજા પાસે ગોઠવાઈ જતા પોલીસ અને શહેર ભાજપના કાર્યકરો કમલમ પર પહોંચી ગયા હતા ત્યારે યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સાથે આપના કાર્યકરો તથા આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો. અડધો કલાકથી વધારે ભાજપ કમલમ ખાતે સુત્રોચ્ચાર આવ્યા હતા.
ભાજપ આપ પાર્ટીના કાર્યકરો સામ સામે આવતા ઝપાઝપી બોલાઇ હતી ત્યારે ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી ને સિક્યુરિટી કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે આપના ઘણા કાર્યકરોની ઇજા તથા માથા ઉપર ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ દ્વારા બળ પ્રયોગ કરતા અનેક કાર્યકરો ઘવાયા હતા. ત્યારે આપ પાર્ટીના પ્રદર્શન માં શહેર ભાજપ GJ-18 ના કાર્યકરો પણ ઘવાતા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તેમાં જયેશ જાેરદાર, જીગ્નેશ ઠક્કર, હરીશ રાણા, ભાજપ યુવા શહેર પ્રમુખ યુવરાજ સિંહ ચાવડા પણ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે કુડાસણ ખાતેની દિવીત હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કોબા કમલમ ખાતે આવી ઘટના બનવા પામી હતી.