ગુજરાતમાં ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ચૂંટણી જીતવાની હાલ તો ચર્ચા બાજુ પર, પણ સિનિયર ઓ ને ટિકિટ આપશે કે કેમ ? તે ચર્ચા હાલ ભાજપમાં જાેર શોરથી ચાલી રહી છે. ત્યારે ૨૫ વર્ષથી એકહથ્થું શાસન હાલ ભાજપ ગુજરાતમાં સંભાળી રહી છે. ત્યારે નવી મિનિસ્ટ્રી રચાયા બાદ તમામ નવા ચહેરાઓ બાદ દિગ્ગજ જે નેતાઓ છે, જેઓ ૬૦થી વધારે વટાવી ચૂક્યા છે. તેમને ટિકિટ ની ચિંતા પેસી છે. પણ ભાજપમાં એવા ઘણા જ દિગ્ગજ નેતાઓ છે, પોતાના અપક્ષ ઉભા રહે, અથવા ભાજપમાંથી પોતે ટિકિટ લઈને કોંગ્રેસ ના ગમે તેવા દિગ્ગજ નેતા ને ટિકિટ આપે તો પણ જીતી જાય, ત્યારે તેમનું કામ બોલતું હોય છે. ત્યારે એક પૂર્વ નામાંકિત કેબિનેટ મંત્રી રહેલા મંત્રીના ધર્મ પત્નીનું અવસાન થતાં સોમવારના રોજ ય્ત્ન-૧૮ ખાતેના ઉમિયા મંદિર પાસે બેસણું રાખવામાં આવ્યું હતું ત્યારે આ બેસણામાં પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો મોટી સંખ્યામાં લોકો દુઃખમાં સામેલ થયા હતા. ત્યારે બેસણા બાદ રાજકીય ચર્ચાઓ કરવા છેલ્લે ચાની કીટલી એવી ચાય પે ચર્ચા માણી હતી.
ભાજપ પૂર્વ મંત્રી ઓ દિગ્ગજ એવા ખુમાનસિંહ પાંસીયા, પૂર્વ (શહેરી વિકાસ) મંત્રી, જય સિંહ ચૌહાણ ( પૂર્વ શિક્ષણ મંત્રી ) વી.ડી. ઝાલા ( પૂર્વ કાયદા મંત્રી ) સાથે ભાજપના યુવા હોદ્દેદાર, કાર્યકરો સાથે GJ-18 ની અખબાર ભવન પાસેની સેક્ટર ૧૧ ખાતે ચાની કીટલીએ ચાની ચૂસકી મારતા નજરે પડ્યા હતા. ત્યારે ચર્ચામાં આ વખતે ૬૦ ઉપરના ને ટિકિટ આપશે કે કેમ ? કેટલી સીટો આવશે ? શું લાગે છે ? ચૂંટણી ક્યારે યોજાશે ? વહેલી આવશે કે મોડી? થી લઈને અનેક ચર્ચાઓ કરતાં જાેવા મળ્યા હતા. ક્યારે હર હંમેશા પ્રજામાં ટચ સ્ક્રીન રહેલા આ પૂર્વ મંત્રી ઓની આજે પણ મતવિસ્તારમાં બોલબાલા છે. ત્યારે પૂર્વ મંત્રી ઓના અગાઉના કેટલા વિકાસના કામોના ફળો પાર્ટીને જે ચાખવા મળ્યા છે, તે સતત એકધારી બેટિંગ ભાજપ કરી રહી છે, તે કાર્ય કરો, મંત્રીઓ, ધારાસભ્યોને આભારી છે. ત્યારે પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ થી લઈને પુરુષોત્તમ સોલંકી જેવા નેતાઓએ આજે પણ સદાબહાર છે. ગમે ત્યાં જાય ભીડ જમાવી દે, અગાઉના કરેલા કામોના ફળ આજે પણ નવા ચૂંટાયેલા સભ્યોને ચાખવા મળી રહ્યા છે. ત્યારેGJ-18 ખાતે મનપાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક ૪૧ સીટો જે મેળવી તે વિકાસ નો મોટો ફાળો છે ત્યારે હવે પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો,નો ટેમ્પો જામી રહ્યો છે. આવનારા દિવસોમાં ભાજપને સત્તા મળવાના એધાંણ વધારે દેખાઈ રહ્યા છે. ત્યારે ૧૮૨ ધારાસભ્ય જે ભાજપના છે, તેમાં ટીકીટ કોને આપવી ? તે યથાર્થ પ્રશ્ન છે. ભાજપમાં હજુ ૨૦૨૨ ની ચૂંટણીની વાર છે પણ તડામાર તૈયારીઓ ભલે કરી, પણ હવે આપ, કોંગ્રેસ સાથે પણ જાેર કરવું પડે તેમ છે. આવનારા દિવસોમાં પાટીદાર સમાજ,ર્ંમ્ઝ્ર, જીઝ્ર, જી્ સમાજ પણ ટિકિટ તથા મુખ્યમંત્રી પોતાના સમાજના આગેવાન ને બનાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે પેપર લીક કૌભાંડ બાદ હવે કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આવ્યા બાદ તેઓ આ નો ઉકાળો કેવો ઉકાળે છે, તે જાેવાનું રહ્યું, બાકી બૂમો પાડી રહ્યા છે કે ભૂક્કા નીકળી જશે, પણ હાલ જાેવા જઈએ તો કોંગ્રેસ કરતાં આપ પાર્ટીનું પર્ફોમન્સ મજબૂત બન્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પ્રશ્નો ખૂબજ મહત્વના છે.
ઉત્તર પ્રદેશ, પંજાબ અને બીજા રાજ્યોના વિધાન સભામાં કેવા પરિણામો આવે છે તેના પર ર્નિભર છે, બાકી ભોપાભાઈ ની સરકાર ટન ટના ટન ટન ચાલી રહી છે. ર્નિણય શક્તિ માં પાવરફુલ હોવા છતાં ઘણા જ ચૂંટણી પહેલાં ર્નિણયો લેવાના બાકી છે, બાકી હજુ ઘણી જ અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થયા બાદ ૨૦૨૨ ની ચૂંટણીઓ આવશે, ત્યારે ટિકિટ મળશે કે કેમ ? આ મંત્રી ની ટિકિટ કપાશે, તેની સામે ફલોણો અત્યારે માર્કેટમાં દોડી રહ્યો છે. તેવી ચર્ચાઓ હાલ એરણે જાેવા મળે છે. બાકી હવે પછી શું ? આ પ્રશ્ન તમામ એકસ મંત્રીઓને પેચીદો બની રહ્યો છે.