રાજુ બનગયા જેન્ટલમેન, રાજુનું ભ્રષ્ટ્રાચાર સામે વાગ્યું વાઝુ
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા દક્ષિણ મામલતદાર કચેરી સાથે સંલગ્ન સબ રજી. કચેરીમાં અધિકારીઓની ટીમ સાથે દરોડો પાડતાં સપાટો બોલાવી દેતા દલાલો અને એજન્ટોની નાસભાગ મચી જવા પામી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર પોતાની આગવી ઢબે સરકારી અધિકારીઓની સાથે વડોદરાના દક્ષિણ મામલતદાર કચેરી માં કેટલાક ગેર વહીવટ અંગેની વિગતોની ફરિયાદ મળતા દરોડો પાડીને વડોદરા નજીકના જાંબુઆ ગામના ૪ જેટલા દસ્તાવેજાેમાં ૧૨ કરોડની જંત્રી પૂછી ભરાયાની વિગતો સામે આવતા જંત્રીની કિંમતમાં ઓછી વસૂલાત કરવામાં આરતી હોવાનું બહાર આવવા પામ્યું હતું. જેથી મહેસુલ મંત્રી ચોંકી ઊઠયા હતા તેમણે સબ રજીસ્ટર નો ક્લાસ લઈને છ માસના દસ્તાવેજાે તાત્કાલિક તપાસવા જણાવ્યું હતું. આ સિવાય કચેરીમાં પેન્ડિંગ કામોની સમીક્ષા કરી વારસાઈ સહિત જુદી જુદી જાત ના દાખલા અને રોજિંદી કરવાની કામગીરી માં સમય વ્યક્ત કરી અરજદારોને ધરમ ધક્કા ખવડાવવામાં સામે પણ ચિમકી ઉચ્ચારી સમય મર્યાદામાં સંબંધિત કામગીરી પૂર્ણ કરી આપવાની મામલતદાર સહીત સ્ટાફને સૂચના આપી હતી.
નોંધનીય છે કે આ સમયે જ એક વૃદ્ધ મહિલાએ મંત્રીશ્રીને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની રજૂઆત કરી હતી. વારવાર ના ધક્કાથી હવે આજે ઘેર પરત જવાના પણ પૈસા નહીં હોવાનું જણાવતા આવી દયાજનક સ્થિતિ માનવતાવાદી મંત્રીશ્રી રૂબરૂ જતાં જ તેમણે પોતાના ખિસ્સામાંથી મહિલાને ભાડા માટે ના રૂપિયા આપીને સ્ટાફ ની વૃદ્ધાને કામગીરી તત્વ રીત નિરાકરણ લાવવા જણાવેલ હતું.
રાજુભાઇ સેલ્યુટ પ્રજા કરી રહી છે, જયારથી ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ પ્રથમ એવા મંત્રીએ જે કલેક્ટર કચેરીથી લઇને મામલતદાર કચેરીમાં ચાલતા ભ્રષ્ટ્રાચાર સામે રાજુએ વગાડ્યું છે વાઝું, લગે રહો મુન્નાભાઇની જેમ લગે રહો રાજુભાઇ
તંત્ર સામે કોણી મારીને ભ્રષ્ટ્રાચાર હટાવવાની બોણી, કરવા બદલ અભિંનંદન, હેલ્પલાઇન અને ખાસ એક ફરીયાદ સેલ ઉભો કરો તો ગુજરાતમાંથી અધધ… ફરીયાદોના ઢગલા થશે, અને ટ્રકો ભરાય એટલી ફરીયાદો તંત્ર સામે આવે તેવી શક્યતા