વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય અને યુનિફોર્મની મૂળ ભાવના જળવાય એ માટે દરેક વિદ્યાર્થીને બે-બે જોડી યુનિફોર્મ આપવા આપની માંગ

Spread the love

સુરત

બજેટ-સભામાં નક્કી થયેલ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી પ્રતિ વિદ્યાર્થી ફક્ત એક જ જોડી ગણવેશ આપવામાં આવશે. વયસ્કો કરતાં બાળકોના કપડાં વધુ મેલા થતાં હોય છે કારણ કે વયસ્કની સરખામણીએ બાળક સ્વભાવે ચંચળ હોય છે અને વધારે ક્રિયાશીલ હોય છે. આ પરિસ્થિતમાં બાળક પરસેવા અને ધૂળથી ગંદો થયેલો ગણવેશ જો રોજ પહેરે તો એના સ્વાસ્થ્ય પર એની માઠી અસર થાય તેમજ ગંદા કપડાંને કારણે એ અભ્યાસ ઉપર પણ પુરતું ધ્યાન ન જ આપી શકે. આ ઉપરાંત, કોઈ પણ સંસ્થામાં યુનિફોર્મ એટલાં માટે રાખવામાં આવતો હોય છે કે એ સંસ્થા સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ વચ્ચે એકતા અને સમાનતાની ભાવના કેળવાય. જો એક જ જોડી યુનિફોર્મ આપવામાં આવશે તો સ્વાભાવિક છે કે દરેક વિદ્યાર્થી દરરોજ યુનિફોર્મ પહેરીને નહી જ આવી શકે. આ પરિસ્થિતિમાં વર્ગમાં અમુક વિદ્યાર્થીઓ ગણવેશ પહેરીને આવશે અને અમુક વિદ્યાર્થીઓ અન્ય કપડાં પહેરીને આવશે. આ પરિસ્થિતિમાં યુનિફોર્મની મૂળ વિભાવના જ ખતમ થઇ જશે. જે એક જોડી આપવામાં આવે છે એનો પણ કોઈ અર્થ નહી રહે. તમામ વિદ્યાર્થીઓને બે-બે જોડી યુનિફોર્મ આપવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરશો એવી મારી માંગ છે. નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના રાકેશ હિરપરા એ

શાસનાધિકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત.જીલ્લા શિક્ષણાધિકારી સુરત. મેયર , મહાનગરપાલિકા, સુરત. અધ્યક્ષ સ્થાયી સમિતિ, મહાનગરપાલિકા, સુરત.કમિશ્નર મહાનગરપાલિકા, સુરત ને પત્ર લખી જાણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com