નવા વર્ષથી લાગુ થનાર જીએસટીના ત્રણ સખત કાયદાની અસર નાના વેપારીઓ પર પડશે

Spread the love

 

 

 

 

અમદાવાદ

નવા વર્ષે GSTને અનેક નિયમો આકરા બનવાના છે, જેની સીધી અસર વેપારીઓ પર પડશે. હવે વેપારીઓ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનું કામ અઘરું બનશે. એટલું જ નહીં, રિટર્ન ભરવામાં જો કોઈ ચૂક થશે તો ટેક્સ અધિકારી તેમના દરવાજા પર પણ દસ્તક દઈ શકે છે. એટલું જ નહીં, ટેક્સ અધિકારીના ખોટા અસેસમેન્ટને પડકારવા માટે પહેલા 25% પેનલ્ટી એડવાન્સમાં જમા કરવી પડશે.જાન્યુઆરીથી લાગૂ થવા જઈ રહેલા જીએસટીના ત્રણ સખત કાયદાને પગલે નાના વેપારીઓની ઊંઘ હરામ થઈ જશે.સરકાર આ નિયમો GST ચોરી રોકવા અને બોગસ બિલો સહિતની પ્રવૃત્તિઓને અટકાવવાના ઉદેશ્ય સાથે લાવી રહી છે. આ અંગેની જાહેરાત આ વર્ષે બજેટમાં કરવામાં આવી હતી. આ અંગે MSME વેપારીઓનું કહેવું છે કે નવા બિલથી પરેશાની વધવાની સાથે સાથે ભ્રષ્ટાચારને પણ ઉત્તેજન મળશે.

હવે જાહેર થયેલા નોટિફિકેશન પ્રમાણે જો સેલર એટલે કે વેપારી પોતાના માસિક રિટર્નમાં સેલની વિગત નહીં દાખલ કરે તો બાયર્સ એટલે કે ખીદનારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકી જશે. બીજું કે GSTR1 અને 3Bમાં કોબ ગરબડ સામે આવી તો નોટિસ આપ્યા વગર જ અધિકારીને રિકવરી કરવાનો અધિકાર મળી જશે. સાથે જ જો કોઈ વેપારીએ ટેક્સ અધિકારીના ખોટા અસેસમેન્ટને પડકારવું હોય તો તેણે 25% પેનલ્ટી રકમ વિભાગમાં જમા કરવી પડશે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કાયદો કુદરતના ન્યાય વિરુદ્ધ છે.નવા કાયદાથી ત્રિમાસિક રિટર્ન ભરતા નાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે. કારણ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે દર મહિને રિટર્ન ભરવું જરૂરી બનશે. જ્યારે રિટર્નમાં એક વખત ગરબડ થઈ તો તેને સુધારવાનો મોકો પણ નહીં મળશે. આથી વેપારીઓએ સરકાર અને જીએસટી કાઉન્સિલના આ નિયમો પર ફરીથી વિચાર કરવાની અપીલ કરી છે.

સીબીઆઈસી તરફથી જીએસટી રિફંડ, પેનલ્ટી, ટેક્સ જમા કરવા સંબંધી નિયમો અંગે એક નોટિફિકેશન જાહેર કવરામાં આવ્યું છે. આ નિયમ પહેલી જાન્યુઆરી 2022થી લાગૂ થશે. જે પ્રમાણે જે વેપારીઓએ જીએસટી નંબરને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યો તેમના તરફથી ક્લેમ કરવામાં આવેલા રિફંડની કાર્યવાહી રોકી દેવામાં આવશે. જો કોઈ વેપારીનું કોઈ કારણે રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવે છે તો તે ફરીથી શરૂ કરવા માટે અરજી પણ નહીં કરી શકે. આથી જરૂરી છે કે જીએસટી નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય.

ટેક્સ ન ભરવા કે ઓછો ભરવા પર હાલ બેંક ખાતા કે પ્રોપર્ટીને અટેચ કરવા માટે લાંબી નોટિસ પ્રક્રિયા કરવી પડે છે. હવે આ પ્રક્રિયાને ખતમ કરી દેવામાં આવશે. પહેલા બોગસ કંપનીઓ ખૂબ બિલ કાપતી હતી તેમજ ઓછો ટેક્સ ભરીને ગાયબ થઈ જતી હતી. અનેક વખત વેપારીઓ ઓછું વેચાણ બતાવીને ઓછો ટેક્સ ભરતા હતા. હવે આવું નહીં થઈ શકે. હવે નોટિસ આપ્યા વગર જ ટેક્સ અધિકારી સંપત્તિ અટેચ કરી શકશે. હવે બોગસ બિલિંગમાં મદદ કરનાર બ્રોકર, એકાઉટન્ટ અને અન્ય વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com