અમદાવાદ
અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક, મયંકસિંહ ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૫/૧૨/૨૦૨૧ થી તા.૧૦/૦૧/૨૦૨૨ સુધી એટલે કે ૧૫ દિવસ માટે જીવરાજ બ્રીજના ઉત્તર છેડે બેરીકેડીંગ કરી જીવરાજ ચાર રસ્તા તરફ જતા તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બ્રીજનો એક બાજુનો ભાગ બંધ રાખવામાં આવનાર છે.જેમાં વૈકલ્પીક રૂટ મુજબ શ્યામલ ચાર રસ્તા પશ્ચિમે પ્રહલાદનગર રોડ તરફ સીધા આનંદનગર ચાર રસ્તા થી ડાબી બાજુ વળી વેજલપુર રોડ ઉપર સીધા વસ્ત્રાપુર રેલ્વે ક્રોસિંગ થઇ બુટભવાની મંદિર થી સીધા વેજલપુર બળીયાદેવ મંદિર થી ડાબી બાજુ વળી જલતરંગ પોલીસ ચોકીથી સીધા જીવરાજ ચાર રસ્તા તરફ જવાનુ રહેશે.
શ્યામલ ચાર રસ્તા પુર્વે આનંદ માર્ગ ઉપર કેન્યુ ચાર રસ્તા થી સીધા માણેકબાગ ચાર રસ્તા થી જમણી બાજુ વળી શ્રેયસ બ્રીજ ઉપરથી ધરણીધર ચાર રસ્તા થી જમણી બાજુ વળી ડૉ.સી.વી. રામન માર્ગ ઉપર સ્વ.હરેનભાઇ વિઠ્ઠલભાઇ પંડ્યા ઉદ્યાન થી જમણી બાજુ વળી ડૉ.જીવરાજ મહેતા હોસ્પીટલ ચાર રસ્તા થી ડાબી બાજુ વળી સીધા જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે. અથવા શ્રેયસ બ્રીજ ઉતરી ધરણીધર ચાર રસ્તાથી જમણી બાજુ યુ ટર્ન લઇ બ્રીજને સમાંતર સર્વિસ રોડ ઉપર જયદીપ ટાવર સામેના ચાર રસ્તા થી ડાબી બાજુ વળી સીધા જીવરાજ મહેતા હોસ્પીટલ ચાર રસ્તા થી જીવરાજ ચાર રસ્તા જઇ શકાશે.તેમજ ઉપર્યુક્ત ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ ‘નો-વ્હીકલ પાર્કિંગ’ ઝોન રહેશે.