ગુજરાતનું કહેવાતું GJ-18 અલગ પ્રકારની ધરીથી રચાયેલું છે,ત્યારે વિધાનસભામાં ભાજપની સરકાર હોવા છતાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ જ વર્ષોથી આવે, પણ હવે પ્રજાએ ક્લાઇમેક્સ ચેન્જ કરીને ભાજપને બહુમતી સાથે Gj-18 જિલ્લા પંચાયતમાં જીતીને લાવી છે, ત્યારે અગાઉ કોંગ્રેસ, ભાજપની મીલીભગતથી સેટીંગ ડોટ કોમ સાથેજિલ્લા પંચાયત ચાલતી હતી, પણ નવા વરાયેલા જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ પટેલ દ્વારા તંત્રનું ઓરમાયું વર્તન હોય અયને તંત્ર કોંગ્રેસનું વ્હાલું હોય તેવુંલાગી રહ્યું છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલ માટે સરકારી ગાડી નવી ખરીદી કરવાની વાતો હજુ મુદતો જ પડે છે. અને જુની ગાડી કંડમમાં જતી રહી છે. ત્યારે ભલ ભલાની ડીલીવરી ૯ મહિલામાં થઇ જાય, ત્યારે નવી ગાડીની ડીલીવરી કરવામાં અને પાસ કરવામાં ત્રણ ભાજપને ગાંઠતું નથી,જેવો ઘાટ સર્જાયો છે.
ય્ત્ન-૧૮ જિલ્લા પંચાયતની કચેરીની ઇમારત બાંધવા માટે જમીન ફાળવવા સહિત કોઇ ર્નિણય જ લેવાતો નથી. તેમ નવ મહિના પસાર થવા પછી પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રથમ નાગરિક એવા પ્રમુખને સરકારી ગાડી અપાઇ નથી. પ્રમુખ માટેની અગાઉની ઇનોવાને કંડમ કરીને વેચી દેવાયા પછી સંબંધિત તંત્રની તે અંગેની ક્વેરીનો અંત આવતો નથી. કોણ છે? ક્વેરી માસ્ટર? જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના ગ્રામ્ય આગેવાન એવા દિલીપભાઇ પટેલે કહ્યું કે તેઓ ખાનગી વાહનનો ઉપયોગ કરી રહ્યાં છે. મતલબ કે પોતાની અંગત માલિકીની કારનો ઉપયોગ કરે છે. અગાઉના પ્રમુખને સરકારે ઇનોવા ગાડી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીને પણ ઇનોવા ગાડી આપેલી છે. હાલમાં પ્રમુખ દ્વારા અંગત કારનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેમને સરકારના નિયમ અનુસાર રૃપિયા ૮૦ હજાર વાષક મળવાપાત્ર થાય છે. જિલ્લા પંચાયતના અન્ય હોદ્દેદારોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યા પ્રમાણે પ્રમુખને ગાડી નહીં ફાળવીને એક પ્રકારે કોમર્સને રાજી ભાજપની ભાજી મુળા હોય તેમ ટલ્લાવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખના હોદ્દાની ગરિમાનું પણ હનન થઇ રહ્યું છે. પ્રમુખ માટે અગાઉ ફાળવાયેલી ઇનોવા ગાડીના અકસ્માત થયા હતાં.
જ્યારે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતમાં સરકાર બનાવાયા બાદ પ્રમુખ માટેની અકસ્માતગ્રસ્ત ઇનોવા ગાડીને કંડમ કરવામાં આવી હતી. અને તેની હરાજી કરવામાં આવી ત્યારે કિંમત માત્ર રૃપિયા ૩૫ હજાર મળી હતી. સંબંધિત સરકારી વિભાગ દ્વારા આ પ્રક્રિયાને શંકાની નજરથી જાેવામાં આવતી હોય તેમ તેના અકસ્માત, કંડમ થવા અંગે અને હરાજી સંબંધમાં સતત ક્વેરીઓ કાઢવામાં આવી રહી હોવાથી પ્રમુખ માટે ઇનોવા ગાડી દોહ્યલી બની છે. આ મુદ્દે વાત કરતા જિલ્લા પંચાયત પ્રમુખે એમપણ જણાવ્યું કે તેઓ આ મુદ્દે પંચાયત મંત્રીને રૂબરૂ મળીને વધુ એકવાર રજૂઆત કરવાના છે. ત્યારે ગાડી માટે વોલીબોલનો ગોલ હવે પંચાયત મંત્રીને ત્યાં જશે.
સરકારી ગાડી હોય તો જમને ફાળવવામાં આવી હોય તે પદ્દાધિકારી અથવા અધિકારીનો હોદ્દો દર્શાવતી નેમ પ્લેટ આવી ગાડીઓમાં ચીપકાવવામાં આવતી હોય છે. તેના કારણે દુરથી જ કોણ મહાનુભાવ છે, તેની જાણકારી જનતા અને સંબંધિતોને મળી જતી હોય છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખને સરકારી ગાડીના અભાવમાં અંગત કાર વાપરવાની થઇ હોવાથી તેઓ ગાડીના ડેશ બોર્ડ પર લાલ રંગે પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર લખેલુ પાટિયુ મુકી રાખે છે.