અમદાવાદ
વાસ્તવમાં, ખાદ્યતેલની ઘણી મોટી કંપનીઓએ ખાદ્ય તેલની મહત્તમ છૂટક કિંમત (MRP)માં ઘટાડો કર્યો છે. ઈન્ડસ્ટ્રી બોડી સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ સોમવારે જણાવ્યું હતું કે, અદાણી વિલ્મર અને રુચિ સોયા સહિતની મોટી ખાદ્ય તેલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપવા માટે તેમના ઉત્પાદનોની MRPમાં 10-15 ટકાનો ઘટાડો કર્યો છે.SEA એ જણાવ્યું છે કે, અદાણી વિલ્મર દ્વારા ફોર્ચ્યુન બ્રાન્ડના ઓઈલ, રુચિ સોયા દ્વારા મહાકોશ, સનરિચ, રુચિ ગોલ્ડ અને ન્યુટ્રેલા બ્રાન્ડના તેલો પર, ઇમામી દ્વારા હેલ્ધી એન્ડ ટેસ્ટી બ્રાન્ડ પર, બંજ દ્વારા ડાલડા, ગગન, ચંબલ બ્રાન્ડ પર અને જેમિની દ્વારા ફ્રીડમ સુરજમુખી તેલ બ્રાન્ડ પર કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેણે કહ્યું કે, ફાફકો દ્વારા ન્યુટ્રીલાઈવ બ્રાન્ડ પર, ફ્રિગોરિફિકો એસાના દ્વારા સની બ્રાન્ડ પર, ગોકુલ એગ્રો દ્વારા વિટાલાઈફ, મહક એન્ડ જાયકા બ્રાન્ડ પર અને અન્ય કંપનીઓ દ્વારા પણ ખાદ્ય તેલની કિંમતો પર ઘટાડો કરવામાં આવ્યો છે.
સરસવનું તેલ પણ થઇ શકે છે સસ્તું
ગ્રાહકોને રાહત આપવા માટે, કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ થોડા દિવસો પહેલા તેલ ઉદ્યોગની ટોચની કંપનીઓની બેઠક બોલાવી હતી અને તેમને આયાત ડ્યૂટીમાં કરવામાં આવેલા ઘટાડા પછી તેના પર સકારાત્મક પહેલ કરવા વિનંતી કરી હતી. ઇન્ડસ્ટ્રી બોડીએ જણાવ્યું હતું કે, તેને આશા છે કે નવું વર્ષ ગ્રાહકો માટે ખુશીનો સંદેશ લાવશે અને આગામી મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા સાથે સ્થાનિક સરસવના મોટા ઉત્પાદનની અપેક્ષા છે.
સરકારે આ પગલું ભર્યું
SEAએ જણાવ્યું કે, ઉંચી આંતરરાષ્ટ્રીય કિંમતોને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાદ્ય તેલના ભાવમાં તીવ્ર વધારો સ્થાનિક ગ્રાહકોની સાથે-સાથે નીતિ નિર્માતાઓને પણ પરેશાન કરી રહ્યો છે. ખાદ્યતેલોની કિંમતો પર લગામ લગાવવા માટે સરકારે આ વર્ષે ઘણી વખત રિફાઈન્ડ અને ક્રૂડ બંને પરની આયાત ડ્યૂટી ઘટાડી છે. આયાત ડ્યૂટીમાં છેલ્લો ઘટાડો સરકારે 20 ડિસેમ્બરે કર્યો હતો