ગુજરાતમાં ભાજપની ૨૫ વર્ષથી એકઠું શાસન ભોગવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કરેલા કામોના વિકાસ ઊંચે આવી રહ્યા છે. ત્યારે પ્રજા માટે એક જ જગ્યાએ તમામ સમસ્યાનો રામવાળો ઈલાજ એટલે સેવા સેતુ કાર્યક્રમ કહેવાય, જેણે પણ આ સેવા સેતુ કાર્યક્રમ રચવાની ધરી કરી તેને નમન છે. ત્યારે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ સૌથી વધારે મોટી સંખ્યામાં સેવાસેતુ કાર્યક્રમમાં જે જન મેદાનની ઉંતરી હોય તો તે ખોરજ તથા હવે વાવોલ ખાતે જનમેદની ઉતરી છે. અગાઉ જે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ તેમાં પ્રજામાં જાગૃતિ લાવવા અને પ્રજાને સેવા સેતુ ની જાણ કરવા જે પ્રયત્નો થવા જાેઈએ તે થતા ન હતા, ત્યારે સેવાસેતુ કાર્યક્રમમાં નવા રૂપરંગ સાથે નવા વરાયેલા હોદ્દેદારોએ કમાન સંભાળતા ખોરજ, વાવોલ નો સેવા સેતુ કાર્યક્રમ બચક અને હાઉસ ફૂલ ગયો છે. આ કાર્યક્રમમાં એક જ જગ્યાએથી તમામ કામો પૂર્ણ થયા એટલે પ્રજામાં ઉમળકો પણ જાેવા મળ્યો હતો. ત્યારે આ પ્રસંગે મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર જેમ નો મત વિસ્તાર કોઈ તેવા પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટીના ચેરમેન જશુ પટેલ, નગરસેવક શૈલેષ પટેલ,કિંજલબેન દિનેશજી ઠાકોર,સોનલબા ઘનશ્યમસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં કોરોનાની મહામારી જે રીતે વધી રહી છે જેથી ડેપ્યુટી મેયર દ્વારા સૌ આવેલા લાભાર્થીઓને માસ્ક પણ વેચવામાં આવ્યા હતા. ત્યારે સેવા સેતુ કાર્યક્રમ સફળ રહે તે સંદર્ભે વેપારી એવા અંબુસિંહ ગોલ દ્વારા બહોળો પ્રચાર કરીને ઘરે ઘરે ફોન કરીને આવી જાણ કરવામાં આવી હતી.