SGST વિભાગ દ્વારા ૨૯.૦૭ કરોડના રીફંડના કૈાભાંડમાં પોરબંદરના અમિત દેવાણીની ધરપકડ

Spread the love

 

 

 

 

 

નામદાર કોર્ટ દ્વારા મંગળવાર તા. 4/1/2022 ના 12 વાગ્યા સુધીના કસ્ટોડીયલ મંજુર કરાયા

અમદાવાદ

બોગસ બીલો થકી રૂ.૪૨.૫૩ કરોડની ખોટી વેરાશાખ લઇ રૂ.૨૯.૦૭ કરોડના રીફંડના કૈાભાંડમાં વધુ એક આરોપી પોરબંદરના અમિત દેવાણીની SGST વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Sgst વિભાગને મળેલ ઇન્ટેલીજન્સ ઇનપુટના આધારે જીવરાજ પાર્ક અમદાવાદ ખાતેનાં એક સ્થળે દરોડાની કાર્યવાહી દરમ્યાન મોટાં પ્રમાણમાં વાંધાજનક હિસાબી સાહિત્ય તેમજ ડીઝીટલ ઉપકરણો મળી આવેલ. જેની વધુ ચકાસણીની કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધી તપાસમાં એક સીન્ડીકેટ મારફતે સુવ્યવસ્થિત ષડયંત્રનાં આધારે ખોટી રીતે કરોડો રૂપિયાનું રીફંડ મેળવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું. તા.૨૭/૧૨/૨૦૨૧ ના રોજ સીન્ડીકેટનાં જનકકુમાર બૈજુકુમાર પંચાલ અને અરફાનાબાનુ સાબીરહુસૈન શેખની ધરપકડ કરવામાં આવી હતી.સીન્ડીકેટની મોડસ ઓપરેન્ડી મુજબ આર્થિક રીતે નબળા અને જરૂરીયાતમંદ વ્યકિતઓના દરસ્તાવેજોનો ઉપયોગ કરી જી.એસ.ટી રજીસ્ટ્રેશન નંબર તેમજ ROC રજીસ્ટ્રેશન થકી ડમી કંપનીઓ ખોલવામાં આવેલી, આવી કંપનીઓ દ્વારા ખોટી વેરાશાખ મેળવી SEZ તેમજ નિકાસનાં વેચાણો દર્શાવી ખોટુ રીફંડ મેળવવામાં જણાઇ આવતા કૌભાંડમાં સામેલ અમિત દેવાણીના પોરબંદરના રહેઠાણનાં સ્થળે તથા અન્ય સ્થળોમાં પણ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રહેઠાણનાં સ્થળે અમિત દેવાણી મળી આવેલ નહી. ધરપકડ કરવામાં આવેલ આરોપીની ઘનિષ્ઠ પુછપરછ દરમ્યાન અમિત દેવાણીની પણ સક્રિય સંડોવણી ઉજાગર થયેલ. વધુમાં અમિત દેવાણી વિરૂધ્ધના ઘણા પુરાવા સઘન શોધખોળનાં અંતે શોધી કાઢવામાં આવેલ. આ સંજોગોમાં અમિત દેવાણી ને તપાસ અધિકારી સમક્ષ હાજર થવા ફરજ પડેલ. અમિત દેવાણીનાં સ્થળેથી ૪ મોબાઇલ ફોન તથા હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ. આ મોબાઇલમાં આ કૌભાંડને લગતો ઘણો Incriminating data મળી આવતા અને ગુનો કરેલ હોવાનું સ્થાપિત થતા તા.૩૧/૧૨/૨૦૨૧ના રોજ અમિત રમણીકલાલ દેવાણીની ધરપકડ કરવામાં આવી અને અમિત દેવાણીને નામદાર એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ અમદાવાદ સમક્ષ રજુ કરી આરોપીની પુછપરછ કરવા કસ્ટોડીયલ ઇંટ્રોગેશનની માંગણી કરવામાં આવી હતી જેથી મંગળવાર તા. 4/1/2022 ના 12 કલાક સુધીના કસ્ટોડીયલ મંજુર કરવામાં આવ્યા હતા . આ સમગ્ર પ્રકરણે વધુ તપાસ ચાલી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com