અગાઉ રાજ્ય સરકારમાં કર્મચારીની બદલી બાબતમાં થયેલ ઠરાવમાં મેડિકલ ગ્રાઉન્ડ પર કર્મચારીએ યોગ્ય માંગણી કરી હોય તો તેને સત્વરે તે સ્થળે બદલી કરી આપવાનું જણાવેલ છે જાેકે રાજ્યના શિક્ષણ તેમજ આરોગ્ય વિભાગના ખેરકા ગણાતા અધિકારીઓ આવા નિયમોને ઘોળી ને પી ગયા છે. પૈસાની લેવડ દેવળ કોઈપણ નાના-મોટા કર્મચારીઓની બદલીની માગણી માન્ય કરવામાં આવતી નથી.
આવા જ એક ખાસ કિસ્સા તરીકે ના કિસ્સામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ અડીયલ વર્તણૂક કરી હોય ફાર્મસિસ્ટ પુત્રીના પિતાની સારવાર માટે બદલીની વિનંતી શુક્ર આવતા ની વીતા બનતા બાયડના ધારાસભ્ય એ માનવતાના ગ્રાઉન્ડ પર આ મહિલા કર્મચારીની બદલીની વિનંતીઓ યોગ્ય કમિશનર શિવ હરે અને તેમની કચેરીને કરતાં કોઈ પણ કાર્યવાહી ન થતાં તેઓ સોમવારે આરોગ્ય વિભાગની કચેરીએ ધરણા પર બેસતા તેમનો જ આ બાબતે સમગ્ર મામલો મીડિયામાં પડતાં ચારે બાજુથી મંત્રીની ટીકા થતા આખરે સાંજે સંબંધિત કર્મચારી ના બદલીના આદેશ નો પત્ર ધારાસભ્યની આપવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે બાયડ વિસ્તારના આ ધારાસભ્યએ બળાપો ઠાલવતા જણાવેલ છે કે હું કોંગ્રેસનો ધારાસભ્ય હોઈ અમારું કોઈ આરોગ્ય કમિશનર કચેરીમાં સાંભળતું નથી મેં ઉપરોક્ત મામલે અગાઉ યોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ને પણ પત્ર લખી ભલામણ કરી હતી જેથી તેમણે પણ વિભાગને પત્ર પાઠવ્યો હતો આરોગ્ય મંત્રીને પણ કમિશનર કચેરીમાં કોઈ ગમતું નથી તેવો માહોલ છે. જાે આરોગ્ય મંત્રી ના આદેશનું પાલન ન થતું હોય તો અન્ય પ્રજાજનો નું કામ સંભળાય તેવો પ્રશ્ન ઉભો થયો છે.
સાથોસાથ બાયડના ધારાસભ્ય એ મીડિયા સાથેની વાતચીતમાં ગંભીર આક્ષેપો સાથે બળપો કાઢ્યો છે કે મેમ આરોગ્ય કમિશનરને છેલ્લા છ માસથી આ ભલામણ કરી છે અને ક્યારે બદલી થશે એના અંગે વખતોવખત આરોગ્ય કમિશનરને મળવા આવું છું પરંતુ તેઓ ક્યારેય તેમની ચેમ્બરમાં મળતા જ નથી. આમ વારંવાર આ ઓફિસમાં આવતા જતા રહેવા થી માલુમ પડ્યું છે કે અહીં જુદા જુદા અન્ય અધિકારીઓ કે જેઓ પૈસા આપો તો બદલીના ઓર્ડર કરી દેતા હોય છે. પરંતુ હું ધારાસભ્ય હોય તેમના મોઢા ભરાય તેટલા પૈસા ક્યાંથી લાવું. આ પ્રજા દ્વારા ચૂંટાયેલ એક જવાબદાર પ્રતિનિધિ દ્વારા કરાયેલા આક્ષેપો ની ગંભીરતા સમજી રાજ્યના એન્ટી કરપ્શન બ્રાન્ચ ( એ. સી.બી) ના ડાયરેક્ટરે સુઓમોટો કરી તલસ્પર્શી તપાસ આરંભી જાેઈએ તેવું ચર્ચાઈ રહ્યું છે સાથોસાથ પારદર્શી વહિવટ ધરાવતી રાજ્ય સરકારના વડા એ પણ આ બાબતે આરોગ્ય વિભાગના વડા ક્લાસ લેવો જાેઈએ.