ભાજપ ૨૫ વર્ષથી એકહથ્થું શાસન, પ્રજામાં પક્કડ આ કાર્યકરોની દેન છે,

Spread the love

અડીખમ ગુજરાતના અડીખમ કટોકટી કાળના મીસાવાદી એવા મહેશ દાદા

દેશમાં જ્યારે ભાજપનું અસ્તિત્વ જ ન હતું, ત્યારે ગુજરાતમાં ફક્ત બે સીટો આવતી હતી, ત્યારે ભાજપ આજે સૌથી મોટી લાર્જેસ્ટ પાર્ટી બની છે. તે આ કટોકટી કાળ થી મિસમાં જેલમાં રહ્યા બાદ પણ ૮૪ વર્ષની ઉંમરે સાયકલ ચલાવીને પ્રજાના પ્રશ્નોને વાંચા આપે છે. તસ્વીરમાં દેખાતા અસારવા વિસ્તારના મેઘાણીનગરના અડીખમ ગુજરાતના અડીખમ મહેશ દાદા આજે પણ પ્રજાનાં પ્રશ્નો ને વાંચા આપવા સાઇકલ ચલાવીને ફરિયાદો લખી લે, લાઈટનો થાંભલો બંધ હોય તો ચાલુ કરાવી બે ત્યારે ૮૪ વર્ષની ઉંમરે જે આજે દોડી રહ્યા છે. તે વંદનીય છે વર્ષો પહેલા કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ઈન્દિરા ગાંધી એ કટોકટી નાખી દેતા હજારો કાર્યકરોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની સાથે ચર્ચા મુજબ તેમણે જણાવેલ કે, મારી સાથે કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, દત્તાજી, થી લઈને અનેક નેતાઓ હતા. મને વડોદરા જેલમાં રાખવામાં આવેલ, અને ત્યાર બાદ સુરતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઘણા મહિના જેલમાં કટોકટીના કાળમાં કાપયા હતા. ત્યારે આજે કટોકટી સમયના વર્ષો થઈ ગયા , અને મીસાવાદી મહેશ દાદા આજે પણ સેવા કરી રહ્યા છે. દર વર્ષે તેમનું કટોકટી જે દિવસે ઇન્દિરા ગાંધીને નાખી હતી, ત્યારે તેમનું સન્માન કરવામાં આવે, બાકી ૩૬૫ દિવસમાં એક જ દિવસ તેમનો આ સુવર્ણ ગણાય,
મહેશ દાદા સાથે વાતચીત કરતા તેમણે જણાવેલ કે, આજે ભારતમાં સૌથી મોટી પાર્ટી ભાજપ બની તેનું મને ખૂબ જ ગૌરવ છે. મને ઘણી વખત અણી સુધી પહોંચી જતા સરકાર પડી જાય, ત્યારે કેન્દ્રમાં સરકાર રચવી એટલે એક સપના જેવી બાબત હતી. તેઓ કાર્યકરો અને ખાસ આજના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને પણ આભારી છે.હા, અટલ બિહારી બાજપાઈ ના માર્ગદર્શન હેઠળ આજે પણ હું સેવા કરું છું, અને ચાલુ જ રાખી છે. આજની પેઢીને એ ખબર નથી કે, કટોકટી કાળ કોને કહેવાય ? બાકી અંગ્રેજાેની ખબર ન હોય તો કટોકટીની ક્યાંથી ખબર હોય ? આજે ગુજરાતમાં મારા જેવા માંડ ઉંમર લાયકે આંગળીના વેઢે ગણાય કેટલા જીવતા હશે, બાકી મોટાભાગના ગુજરી ગયા છે. અન્ય રાજ્યોમાં મીસાવાદીઓને પેન્શન મળે છે. તો ગુજરાતમાં કશું જ મળતું નથી, હા, દત્તાજી એ અગાઉ રજૂઆત કરેલ હતી, પણ કશું જ થયું નથી, બાકી થાય કે ના થાય, પણ મારું ભાજપ આજે દેશમાં સૌથી મોટી પાર્ટી બની તેનું અહદ આનંદ છે. અમારા જેવા લોકો કાર્યકરો આજે સેવા કરી રહ્યા છે. ક્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર સ્થપાય તે મારું પણ સપનું હતું. અને ટન ટનાટન ટન પાંચ વર્ષ ચાલે વિકાસ થાય, ગામડાઓનું વિકાસ થાય તે જરૂરી હતું. તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ અનેક સિદ્ધ કામો થયા છે. હા હું આ ઉંમરે થાકી જાઉં છું. પણ બધા જ નેતા ગલી, રોડ રસ્તા પર તો ના ફરી શકે, પણ અમારાથી શક્ય હોય એટલું આજે કામ કરીએ છીએ, ભૂકંપ વખતે હું કચ્છ જઈને મરનારની અગ્નિદાહ થી લઈને બોડી કાઢવા સુધી નું કામ કરેલ છે. એ વખતે જે કચ્છનો સીનેરો જુઓ તો ભાઈ આજે પણ મને રડવું આવી જાય, આજે કચ્છ સૌરાષ્ટ્રનું નામાંકિત અને વિકાસ સીલ, રોજગારી આપતું થઈ ગયું છે.
ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા, તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા ની જેમ હું પ્રજાકીય કામો આજે પણ કરું છું, લોહીમાં સંઘની રક્તવાહિની ફરી રહી છે.
ત્યારે ભારતથી લઇને મહાનગરપાલિકા સુધી ઐતિહાસિક કદમો સાથે જે ભાજપ આટલી મોટી પાર્ટી તથા લાખો કાર્યકરો જાેઈને બીપી મારી છાતી ગદગદ ફૂલી જાય છે. બસ, એકવાર ભારતના વડાપ્રધાન અમારું એટલે કે મિસાવાદીઓનું સન્માન કરે, પછી ભલે આ ધરતીમાં પોઢી જાઉં, જરા અફસોસ નહીં રહે, બાકી રોટી, કપડા, ઔર મકાન સિવાય જાેઈએ, સત્તાનો મોહ ક્યારેય નહોતો, સેવા કાર્ય કરવાનો ખરો ? આજે પણ કરી રહ્યો છું, આ મારી સાઈકલ છે, વર્ષો જૂની તે લઈને ફરું છું, એકવાર ભારતના વડાપ્રધાન અમારું સન્માન કરે, તેવી ઈચ્છા સાથે હવે દિવસો કાઢી રહ્યા છીએ,

પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાની વાત કરતાં જણાવે કે નગરસેવક એટલે શું ? એ આજના કોઈ નગરસેવકને ખબર નથી. ત્યારે નગરસેવક એટલે નળ, ગટર, રોડ, રસ્તા, ના પ્રશ્નનું નિરાકરણ લાવે તે નગરસેવક,
આજે લાઈટ, પાણી, સ્ટ્રીટ લાઈટ, ગટર ઉભરાતી હોય તો હું ફરિયાદ લખી ને નગરસેવકની જાણ કરી દઉં છું, કામ ટન ટના ટન ચાલે છે. ૨૭ વર્ષથી અમારી સત્તા છે, તે પ્રજાના કામો અને વિકાસના કારણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com