અમદાવાદ
રાજ્યમાં કોરોનાના કેસો વધતાં રાજય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. એકતરફ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ધર્માચાર્ય આશીર્વાદ સંમેલન યોજાયુ હતું. જેમાં અમદાવાદ શહેર ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ત્યારે હવે ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને તે પહેલાં ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર અને Amc એ કોરોનાને લઈને વધતા કેસો જોઇ મહત્વપૂર્ણ નિર્ણય આજે લીધો છે.