કૉરોનાની નવી SOP અંગે આજે સાંજે મુખ્યમંત્રી કોર કમીટીની બેઠકમાં કડક નિર્ણય લેશે

Spread the love

ગાંધીનગર

ગુજરાતમાં સતત વધતા જતા કોરોના સંક્રમણમાં હવે રાજય સરકાર દ્વારા એક તરફ વાયબ્રન્ટ મહોત્સવ સહિતના આયોજનો બંધ કરાયા બાદ આવતીકાલે રાજયમાં મહાનગરોના નિયંત્રણોની મુદત પૂરી થઇ રહી છે તે સમયે રાજય સરકાર હવે કોરોના સંબંધી નિયંત્રણો મહાનગરોથી આગળ વધારીને જિલ્લા કક્ષાએ લઇ જશે તેવા સંકેત છે.

 

રાજયમાં સંક્રમણ દર કુદકે ને ભુસકે વધી રહ્યો છે અને લગભગ ડબલ કેસ નોંધાઇ રહ્યા છે. દેશભરમાં જે રીતે કોરોનાના સંક્રમણની સ્થિતિ છે તે પણ વિકટ બની રહી છે અને અનેક રાજયોએ વિક એન્ડ કફર્યુ સહિતના નિયંત્રણો લાદી પણ દીધા છે તે વચ્ચે આજે મળનારી કોર કમીટીની બેઠકમાં રાજય સરકાર નાઇટ કફર્યુની મુદત વધારીને રાત્રીના 9 થી સવારના પ સુધી કરે તેવી શકયતા છે અને આ નાઇટ કફર્યુ ફકત મહાનગરો જ નહીં રાજયોના મોટા શહેરો કે જયાં કોરોનાના કેસ આવી રહ્યા છે તેને પણ લાગુ પડશે.

 

સરકાર દ્વારા હવે ધો.10થી 12 વર્ગો સિવાયના શાળાના વર્ગો પણ બંધ કરીને ફરી ઓનલાઇન શિક્ષણ કરાવવાની તૈયારી કરી હોવાનું માનવામાં આવે છે. હાલ એક તરફ રાજયમાં 15 થી 18 વર્ષના બાળકોનું વેકસીનેશન ચાલી રહ્યું છે તે વચ્ચે ધો.10, 11 અને 12ના બાળકો મોટા ભાગના આ વેકસીનેશનમાં આવે છે અને તેથી શિક્ષણની દ્રષ્ટિએ ધો. 10 થી 12ના વર્ગો ચાલુ રહે અને જે બાળકો 15 થી 18 વર્ષની મર્યાદામાં આવતા હોય તેના માટે ખાસ શાળામાં જ અલગથી મર્યાદિત સંખ્યામાં કેમ્પ યોજાય તેવી વ્યવસ્થા કરાશે.

 

બીજી તરફ સરકાર મલ્ટીપ્લેક્ષ, રેસ્ટોરાં અને અન્ય મનોરંજનના સ્થળો વગેરેમાં ક્ષમતાના 50 ટકાની મંજૂરીનો નિયમ લાગુ કરશે અને તેનું ચુસ્ત પાલન થાય તે જોવામાં આવશે આ ઉપરાંત અન્ય જાહેર કાર્યક્રમ અને મેળાવડા કે તેઓ મોટા કાર્યક્રમોને મંજૂરી નહીં આપે. માનવામાં આવે છે કે તા. 14 જાન્યુઆરી બાદ ફરી એક વખત લગ્નગાળો શરૂ થઇ રહ્યો છે અને તેના બુકીંગ પણ થઇ ગયા છે અને લોકોએ તૈયારી પણ કરી લીધી છે અને તેથી આ પ્રકારના આયોજનોમાં સરકાર સાવચેતીપૂર્વક આગળ વધશે અને સંખ્યા નિયંત્રણમાં થોડી ઉદાર બનીને પણ કોરોના પ્રોટોકોલ જળવાઇ તેવી વ્યવસ્થા આયોજકો પર કરશે.સુત્રોના જણાવ્યા મુજબ સરકાર હવે નવા નિયંત્રણોમાં ફકત કાગળ પર ન રહે અને વાસ્તવિક રીતે અમલ થાય તે જોવા આતુર છે. ઓમિક્રોન અંગે હળવાશથી ન લેવાય, અલગથી ચેતવણી આવી જ ગઇ છે અને ખાસ કરીને બાળકોમાં પણ સંક્રમણ આવી ગ યું છે તે સમયે બીજી લહેર જેવી સ્થિતિ ન સર્જાય તે જોવા સરકાર આયોજન કરશે તે નિશ્ચિત છે.

…………..

 

નવી SOPમાં નીચે જણાવ્યાં અનુસાર નિયંત્રણો લાદી શકે છે

* સરકારના કાર્યક્રમો જે આજથી શરૂ થવાના હતા તે 1લી ફેબ્રુઆરી સુધી સ્થગિત

* તમામ સરકારી કચેરીઓ, કોર્પોરેશનો, રાજ્ય કચેરીઓ 50% હાજરી * તમામ ખાનગી ઓફિસોમાં 50% હાજરી

* શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ, સિનેમા હોલમાં 50% ક્ષમતા

* ભોજનાલયો, રેસ્ટોરન્ટ્સ, વગેરે રાત્રે 9 વાગ્યા સુધી

50% ક્ષમતા સાથે ચાલુ રહેશે

* માસ્ક ફરજિયાત છે, અન્યથા સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com