GJ-18 એટલે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ પરિપત્ર આદેશો હુકમો અહીથી થાય ,પણ અહીંયા જ પાલન થતું ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે.ગુજરાતન GJ-18 ના સેક્ટર 3b ખાતે આવેલા ગટરની સાફ સફાઈ કરાવતાં સફાઈકર્મી ને ગટરમાં ઊતારવામાં આવતો ફોટો વાયરલ થયેલો છે. જે ફોટો સત્ય છે ,અને કેન્દ્ર સરકાર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી રહી છે તમામ સરંજામ વસાયા હોવા છતાં સફાઇ કર્મીઓને કોઈપણ પ્રકારના મોજા કીટ પણ ન આપીને ગટરમાં ઉતારવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક જાગૃત નાગરિકે વિરોધ દર્શાવતાં કોન્ટ્રાક્ટરે જણાવેલ કે આ તમારા બધા માટે જ કામ કરવામાં આવે છે ત્યારે સ્પષ્ટ નાગરિકે જણાવેલ કે સફાઇ કરીને કેમ ઉતારવામાં આવ્યા મારો વિરોધ છે સફાઈ કરવી ને કઈ રીતે તમે ઉતારી શકો?? નિયમો નેવે મૂકીને ગટરમાં સાફ સફાઈ કરતા કોઈની જાન જતી રહેશે તો જવાબદારી કોની?? ત્યારે આવા ઘણા જ સફાઈ કર્મચારી ઘરમાં સાફ સફાઈ કરતાં મૃત્યુને ભેટ્યા છે ત્યારે કરોડોની ગ્રાન્ટ થકી જે પુરજા ખરીદવામાં આવ્યા છે તેનો ઉપયોગ કેમ કરવામાં નથી આવતો ત્યારે સસ્તામાં મજુરી ગરીબ મજૂરોને નાના પગાર આપીને શોષણ કરીને જીવ જોખમમાં મૂકવા સુધી ઉપયોગ કરતા આવા કોન્ટ્રાક્ટરો સામે તપાસ થવી જોઇએ તેવી પણ માગણી ઉઠવા પામી છે. સરકાર દ્વારા મજૂરોને ગટરમાં ન ઉતારવા સ્પષ્ટ સૂચના હોવા છતાં કોન્ટ્રાક્ટરો આ કામ કરી રહ્યા છે