રાજીનામા પત્રમાં સહી કરનાર કોર્પોરેટરો
મીરઝા હાજી અસલમ શેખ, માધુરી ધ્રુવ કલાપી, રાજશ્રીબેન કેસરી, કમળાબેન ચાવડ, જમનાબેન વેગડા, નીરવભાઈ સુરેન્દ્રભાઈ બક્ષી, કામીનીબેન વિનોદભાઈ , ઇકબાલ શેખ, ઝુલ્ફીભાઈ
અમદાવાદ
AMCના વિપક્ષના નેતા પદે શેહઝાદ પઠાણનું નામ ચાલી રહ્યું છે, ત્યારે તેમની સામે કોંગ્રેસના જ 10 કોર્પોરેટરોએ બળવો કર્યો છે. શેહઝાદ પઠાણના વિરોધમાં રાજીનામું આપી શકે છે. 10 કોર્પોરેટર કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપવા કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પહેલા પક્ષમાંથી રાજીનામું આપી શકે છે.રાજશ્રી કેસરી, કમળા ચાવડા, જમના વેગડા, નિરવ બક્ષી સહિતના કોર્પોરેટર રાજીનામા આપી શકે છે. જોકે, કોર્પોરેટરે તેમના પદ પરથી રાજીનામું આપવા ઇનકાર કરી દીધો હતો. તેઓ કોર્પોરેટર પદેથી નહીં, પરંતુ પક્ષમાંથી રાજીનામું આપશે. કોંગ્રેસે નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. નિરીક્ષક સી. જે. ચાવડા અને નરેશ રાવલે પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપ્યો છે. 4 વર્ષ માટે 4 લોકોને એક એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાની રિપોર્ટમાં ફોર્મ્યુલા આપવામાં આવી છે.એક વ્યક્તિને વિપક્ષના નેતા અને એક વ્યક્તિને ઉપનેતા બનાવી 8 લોકોને સાચવવાની ફોર્મ્યુલા આપવામાં આવી છે. શેહઝાદ પઠાણને વિપક્ષના નેતા ન બનવા દેવા કોર્પોરેટરનું એક ગ્રુપ સક્રિય થયું છે. અમદાવાદના એક ધારાસભ્યના ઘરે શનિવારની રાત્રિએ બેઠક મળી હતી. રાત્રિના બે વાગ્યા સુધી મળેલી બેઠકમાં શેહઝાદ પઠાણ વિપક્ષના નેતા બને તો શું કરવું તેની ચર્ચા કરાઇ. કોંગ્રેસના ૧૦ જેટલા કોર્પોરેટર બળવો કરવાના મૂડમાં છે.