રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં પહેલી નવેમ્બરથી હેલમેટના કાયદાની અમલવારી શરૂ થઇ છે ત્યારે જો કોઈ વાહનચાલક હેલમેટના કાયદાનો પ્રથમ ભંગ કરે તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે ત્યારે હેલમેટના આ કાયદાથી સામાન્ય જનતામા રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ હેલ્મેટના કાયદા સામે એક વાહન ચાલક અનોખી રીતે વિરોધ કરી રહ્યો છે. આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં નવા ટ્રાફિકના નિયમોની અમલવારી શરૂ થઈ ચૂકી છે. ઠેર ઠેર આ નવા નિયમોનો વિરોધ થઇ રહ્યો છે તો બીજી તરફ અવારનવાર ઘર્ષણ પણ જોવા મળે છે. તેવામાં ઘણીવાર તો ટ્રાફિક પોલીસ પર હુમલો થયાંનું પણ જાણવા મળે છે. ત્યારે આ ટ્રાફિક નિયમનો રાજકોટના એક વ્યક્તિએ અનોખો વિરોધ શરૂ કર્યો છે. હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ તેમજ ગળામાં અનેક બેનરો લટકાવી દર બુધવારે 14 કિલોમીટર ચાલીને વિરોધ કરે છે.
હેલ્મેટ નહીં પહેરનાર વ્યક્તિને પહેલા ભંગ બદલ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે જયારે બીજી વખત નિયમનો ભંગ કરવા બદલ એક હજારનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારે આ વ્યક્તિ દર બુધવારે 14 કિલોમીટર પગપાળા ચાલીને નિયમોનો વિરોધ કરે છે.પીયુસીને પબ્લિકને ઉલ્લું બનાવનારનું સર્ટિફિકેટ ક્હ્યું છે. આમ ઠેર ઠેર નવા ટ્રાફિક નિયમનનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યાં રાજકોટના આ વ્યકિત ગાંધી ચિધ્યા માર્ગે વિરોધ કરી રહ્યો છે અને ટ્રાફિકના નિયમો હળવા કરવા માંગ કરી છે.