રાજકોટમાં RTO કચેરી ખાતે રેડિયમ લગાવવાની સામાની ઘટના હત્યામાં પરોવાઈ  

Spread the love

ફરી એકવાર રંગીલું રાજકોટ રંજીત બન્યું છે. શહેરની આરટીઓ કચેરી ખાતે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ. ફરી એક વખત ગુનાખોરીમા અવ્વલ એવા રાજકોટે ઉજાગર કર્યું ગુનાખોરીમા પોતાનું નામ. માત્ર સામાન્ય બોલાચાલીની ઘટના હત્યામાં પરિણમી હતી.

આપની ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો. આ દ્રશ્યો છે રાજકોટની આરટીઓ કચેરીના. આજ આરટીઓ કચેરીમાં રોજના હજારો અરજદારો આવે છે પોતાના જુદા જુદા કામ અંગે. ત્યારે રાજકોટની આરટીઓ કચેરીમાં શુક્રવારના રોજ સવારના 11:00 વાગ્યે આવ્યો હતો કનું આહિર નામનો શખ્સ પોતાના ટ્રકના પાર્સિંગ અર્થે. આ સમયે ટ્રક નું પાર્સિંગ કરાવવા આવેલ આહિર અને આરટીઓ કચેરીમાં જ રેડિયમ લગાવતા સાહિલ નામના શખ્સ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. એક સમયે આ સામાન્ય બોલાચાલી ઉગ્રતા પણ આવી હતી. જોકે બન્ને પક્ષો વચ્ચે બપોરના 12:30 કલાકે સમાધાન થયું હતું.

કનુ આહિર સાથે સમાધાન થયા બાદ ખુદ સાહિલને પણ ખબર નહોતી કે કનુ આહિર થોડીક કલાકોમાં જ ફરી એકવાર આરટીઓ કચેરી ખાતે પાછો આવશે. બપોરના 2: 30 કલાક પાસે કનુ આહિર પોતાના મિત્રો સાથે આરટીઓ કચેરીમાં આવે છે. બ્રેઝા કાર અને બુલેટની અંદર પાંચ જેટલા શખ્સો આરટીઓ કચેરીમાં પ્રવેશ કરે છે. જે બાદ ખેલાય છે આરટીઓ કચેરીમાં ખૂની ખેલ. આરટીઓ કચેરીમાં પડેલ બેલા વડે સાહિલને પ્રથમ તો ઇજા પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવે છે. આમ એક સામાન્ય બાબત સામાન્ય બોલાચાલી ની ઘટના પરિણામે છે હત્યામાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com