રાજ્યના મોટા મહાનગરોમાં આવેલ પોલીસતંત્રમાં ચાલતા દુષણોનો મામલો સરકાર સુધી પહોંચતા આ મામલાને ગંભીરતાથી લઈને ભ્રષ્ટાચાર કરતા મહાનગરોના પોલીસ સ્ટેશનનો સમગ્ર બદલવાની કવાયત હાથ ધરવામાં આવનાર હોવાથી વાત ઉજાગર થવા પામી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના મહાનગર સુરત ,વડોદરા ,રાજકોટ ,અમદાવાદ, જેવા શહેરોમાં આવેલ પોલીસ સ્ટેશનો માં ઉપરથી લઈને નીચલા સ્તર સુધી મોટાભાગના કર્મચારીઓ માં ભ્રષ્ટાચારનું દુષણ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે. તેમાં પોલીસ સ્ટેશનનો સ્ટાફમાં પુરુષ કર્મચારીઓ સાથોસાથ મહિલા પોલીસ કર્મચારીઓ ‘કેવી રીતે અને ક્યાંથી’ પૈસા મળશે તેની શોધમાં જ ઓતપ્રોત થયેલ જાેવા મળે છે. કાયદેસરની ફરિયાદ પણ પોતાની મનસ્વી રીતેજ લેવી તે કહે તેમ જ ફરિયાદ લખાવે તેવો ગુનાહિત આગ્રહ રાખીને જ ફરિયાદ લેતાં હોય છે. જ્યારે અમુક કિસ્સામાં તો ફરિયાદીને’બાઈ બાઈ ચારણી’ કરીને આ ગુનો અમારી હદનો નથી તેમ કહી ભગાડી દેવામાં આવતા હોય છે. વ્યાજબી ફરિયાદ લેવામાં પણ હવે તોડ બાજી કરતાં હોવાના અસંખ્ય પુરાવાઓ જાેવા મળે છે. ફરિયાદ લેવા માટે જ્યાં સુધી ઉચ્ચ અધિકારી કે રાજકીય મોટા માથાનો ફોન ના આવે તો ચેનકેન પ્રકારે ફરિયાદ લેવામાં આવતી નથી છેતરપિંડીના અનેક કેસમાં આ કેસ સિવિલ મેટર છે. તેમ કહી તે ફરિયાદ લેવાતી નથી.પ્રાપ્ત માહિતી અનુસાર સામાન્ય નાગરિકો હવે પોલીસના બેફામ ભ્રષ્ટાચાર સામે ત્રસ્ત હોવાની છાપ ઊભી થતા તેમજ પોલીસ માં વધતો જતો ભ્રષ્ટાચાર અને તેના કારણે વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓ નો મુદ્દો સરકારમાં ઉચ્ચ સ્તર પહોંચતા જ સરકાર સફાળી જાગી હોવાના અણસાર જાેવા મળે છે.કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેફામ ગુનાખોરી ચાલતી હોય પ્રજા પીડાઇ રહી હોવાની અસંખ્ય બીના ઓ ઉજાગર થતાં ગૃહ વિભાગ દ્વારા આ મામલે હવે, રાઇટર, કોન્સ્ટેબલથી લઈનેPIસુધીના સ્ટાફને બદલી નાખવાના કડક પગલાં લેવામાં આવશે અને તેની શરૂઆત સુરત શહેરથી કરવામાં આવ્યા બાદ અન્ય શહેરોમાં તેનો અમલ કરવામાં આવશે આ બાબતે હપ્તાબાજી માં રત હોય તેવા PIના પોલીસ સ્ટેશનો ની યાદી સંપૂર્ણ તપાસ કરીને બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. તેમજ આકારા પગલાં સાથે તેનો કડકાઈથી અમલવારી પણ કરવામાં આવશે. ત્યારે અનેક શહેરીજનો , ફરિયાદો લેવામાં પોલીસ ફક્ત અને ફક્ત અરજી લે ખરી,પણ FIR નહીં,