GJ -18 GMERS મેડિકલ કોલેજના ડીન ની ગાડી સે-૭ ,સે-૨૧ શાકમાર્કેટ પાસે ઘણીવાર હરતી ફરતી જાેવા મળે છે. ત્યારે સે-૭ ખાતે આવેલી ચૌધરી સ્કૂલ પાસે આ ગાડી ઘરના સભ્યો માટે લાડકી થઈ ગઈ છે. ત્યારે ઘરના સભ્યો મજા કરે છે. તંત્રને કોઈ અગવડ ન પડે અને સમયસર કામ થાય, પહોંચી શકાય તે માટે સરકાર લાખો નહીં, પણ કરોડોનો ખર્ચા કરીને વાહનો વસાવ્યા છે ત્યારે આ વાહનો બેફામ દુરપયોગ થતો હોય ત્યારે એક પેટ્રોલ, ડીઝલ,થી લઈને મેઇન્ટેનન્સ ખર્ચ આ બધું કોણ ભોગવે ? પ્રજા અને સરકાર ? અત્યારે ગાડી ઉપર મોટું લખેલું ડીન લખેલું બોર્ડ જે ભોગવે ? પ્રજા અને સરકાર ? ત્યારે ગાડી ઉપર મોટું લગાવેલું ડીન લખેલું બોર્ડ જે નિયમો અનુસાર લખી શકાય ખરું ? અને દૂરથી વાંચીએ તો શહેરના મોટા ડો… હોય તેવું લાગે છે ત્યારે સરકારી વાહન નો બેફામ ઉપયોગ કરતા ડીન સામે પણ ઉચ્ચ કક્ષાએ કાર્યવાહી થવાની લોકોમાં ચર્ચા જગાવી છે.
કોરોનાની મહામારી થી લઈને અનેક રોગો અત્યારે શહેરમાં ફૂલી ફાલી રહ્યા છે. દવાખાના, હોસ્પિટલો પેક છે. ત્યારે ઈમરજન્સી આવે તો શું ? ખાનગી શાળા પાસે આ ગાડી ઘણો જ સમય પડી રહે છે,સે-૨૧ શાકમાર્કેટમાં પડી હોય છે, ત્યારે આ ગાડી ડીન ના પરિવાર માટે ઉપયોગમાં લેવા આપી છે,કે પછી મસ્ત મજા ડ્રાઇવર કરી રહ્યા છે,આ ભેદી પ્રશ્ન હાલ પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે.