ગુજરાતમાં કોરોનાની મહામારી માં અનેક લોકો ખુમાર થયા છે. ત્યારે GJ-18 ખાતે કોરોનાની મહામારી માં વકીલથી લઈને પરિવાર પણ ગુમાવ્યા છે. ત્યારે એક વર્ષથી ધંધા-રોજગાર બંધ અને ભારે મંદીથી કોર્ટ બંધ રહેતા અનેક વકીલોએ આ યાતના ભોગવી હતી.ત્યારે માંડ ગાડી હજુ પાટે ચઢી ત્ત્યાં પાછું કોરોનાની મહામારી ના કેસો વધતા કોર્ટના દરવાજાના ઝાપા બંધ થઈ જતા ,અત્યારે અરજદારોને ન્યાય માટે હવે મુદતો ઉપર મુદતો અને વકીલો,જે નાના કેશો થી લઈને જે માંડ ગાડું પાટે ચડ્યું હતું, ત્યાં પાછુ ઉતરવા માંડયા જેવી સ્થિતિ થઈ છે. ઘર ચલાવવું, ભાડે રહેતા હોય તો ભાડું ભરવાની ચિંતા ,મહામારીમાં અનેક રીતે ખુવાર થયેલા વકીલોની સ્થિતિ હાલ દયાજનક છે. કોર્ટ બંધ અને ગેઇટ જ બંધ કરી દેતા હવે મોટી અસર થઈ છે. સિનિયર વકીલો ને લોકડાઉન હજુ નડે નહીં ,પણ જુનીયરો જાય ક્યાં ? આવકનો સ્ત્રોત હજુ શરૂ થવામાં ત્યાં જ બંધ થઈ જતા સ્થિતિ કપરી બની? શાળામાં ભણતા બાળકોની ફી, ટ્યુશન ફી,મકાન જાે ભાડે હોય તો દર મહિને મકાન નું ભાડું અને જુનિયર જે વકીલો પાંચ વર્ષથી પ્રેકટીસ કરી રહ્યા છે. તેમની કફોડીહાલત છે. GJ-18 જિલ્લામાં માણસા, કલોલ, દહેગામ પણ કોર્ટ ચાલે છે. ત્યારે નોટરી, નાના-મોટા ટાઈપ નું કામ કરીને માંડ ગાડું ગબડાવતા હતા,ત્યાં ફરી કોરોના આવતા શું કરવું તેની કપરી સ્થિતિ થઈ ગઈ છે. ત્યારે અરજદારો પણ કોર્ટમાં ન આવતા ફી બાકી થી લઈને અનેક સમસ્યાઓ વકીલોને નડી રહી છે. ત્યારે વકીલોમા પણ સરકારશ્રીના નિયમો નું પાલન સાથે સોશિયલ ડિસ્ટન્ટ , માસ્ક ફરજિયાત થી લઈને તમામ પ્રક્રિયાઓમાં થી પસાર કરવા વકીલશ્રીઓ તૈયાર છે.પણ કેસ હોય તો જ કોર્ટમાં એન્ટ્રી, ત્યારે વકીલો જે નોટરીથી લઈને નાના-મોટા અરજદારોના કામ કરી આપતા હતા, તે હવે બંધ થઈ જતા વકીલો માટે પણ રોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો છે.