પશુ પક્ષીઓને બચાવવા ભરતના તુક્કા, શાળાના બાળકોએ ભૂક્કા કાઢી નાખ્યા

Spread the love

ભારતના વડાપ્રધાન દરેક વક્તવ્યમાં સ્વચ્છતા અભિયાનને પ્રથમ પ્રાધાન્ય આપે છે. ત્યારે તોય કચરો ફેંકવાવાળા ઓછા થયા નથી, જાહેર ગંદકી કરવાવાળા પણ છે, પણ હા,એક સુધરે તો હજાર માં સુધારો લાવે ,ત્યારે પીએમ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન સાકાર કરવા નિત નવા પ્રયોગો, પોતે કચરો વીણતા હોય, કચરો ભરીને સ્વચ્છતા અભિયાનને સાકાર કરતા હોય, ત્યારે તેમણે કરેલા કામો બાદ ઘણા જ લોકોમાં જાગૃતિ લાવવામાં સફળ થયા છે. આજના યુગમાં સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા કોઈ ગાંધીજી બનવા તૈયાર નથી, નથી કચરો ઉપાડવા ,ત્યારે GJ-18 ખાતેના શેરથા ગામે સ્કૂલ ચલાવતા ભરત પ્રજાપતિ દ્વારા પશુ પક્ષીઓ, એવા અબોલ જીવો જે પતંગની દોરીમાં ફસાઈ ન જાય ,ઉત્તરાયણના તહેવારમાં ઝાડવા થી લઈને રોડ, રસ્તા પર દોરીના ગૂંચળા જાેવા મળે છે.ત્યારે સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા નવી ફોર્મ્યુલા સાથે ભરતભાઈ દ્વારા એવો માસ્ટર સ્ટ્રોક તૈયાર કર્યો ,તેમાં જે આખા ગામ શેરથામાંથી દોરી,ઞુચ ભેગી કરીને લાવશે તેને વળતરરૂપે ભણવાની, વાંચવાની ,કોમિક્સ ચોપડી આપવામાં આવશે, ત્યારે આ આઈડિયા એટલો કારગત નીવડીયો કે રોડ, રસ્તા પર ઉતરાયણ વખતે દોરી ,ગુચડા જ્યાં ત્યાં પડ્યા હોય તે શાળાના બાળકો કોમિક્સ પુસ્તક મેળવવા ગુચડા ભેગા કરી ને ઠાલવી દીધા હતા.
આજે શેરથામાં જાવ એટલે ક્યાંય દોરી, લટકતા પતંગ, ગુચડા જાેવાશે નહીં, ત્યારે સેવાના કાર્ય ને સ્વચ્છતા અભિયાનમાં પ્રેરવાવાળા ભરત પ્રજાપતિ ને ધન્યવાદ …..આજે અનેક સંસ્થાઓ પણ ભૂખ્યાઓને ભોજન, સ્વચ્છતા અભિયાન સાકાર કરવા રોડ, રસ્તા પર ડસ્ટબિન મુકવા ,આ તમામ કાર્ય કરતી હોય છે.સ્વચ્છતા અભિયાન, ભૂખ્યાને ભોજન, અબોલ જીવ માટે ની સેવા, લોકડાઉન માં ગરીબ, શ્રમજીવીઓને અનાજ ની કીટ, આ બધા સેવાના પાર્ટસ છે, ત્યારે GJ-18 ના ભામાશા અને પૂર્વ ડેપ્યુટી મેયર એવા નાજાભાઇ ધાંધર દ્વારા કોરોનાની મહામારી માં અનાજની કીટથી લઈને અબોલ જીવ માટે લાખો રૂપિયા ખર્ચ કરીને ગરીબો માટે સરાહનીય કાર્ય કર્યું છે ,ત્યારે આરતી બેન ભીલ, ભરત પ્રજાપતિ ,અમિતા બેન વાઘેલા, બાબુભાઈ પટેલ (અશ્વમેઘ વાળા) શૈલેષ ઠક્કર , પ્રભુદાસ ઠક્કર, અરુણ સિંહ રાજપુત, મુકેશ પંડ્યા ,અશ્વિન ત્રિવેદીથી લઈને અનેક લોકોGJ-18ખાતે સેવા કરવા આગળ આવ્યા છે. આરતી બેન ભીલ પોતે સ્કૂલમાં ભણતા બાળકો થી લઈને સ્વચ્છતા અભિયાનની ભાર આપીને પોતાનો જન્મદિવસ સાફ-સફાઈ કર્મચારીને સાલ ઓઢાડીને તેમનું તેનું સન્માન કરીને ઉજવ્યો હતો. ભરતભાઈ પ્રજાપતિ દ્વારા અબોલ જીવ અને માનવજાત માટે પતંગની દોરી આફતરૂપ ના બને તે માટે દોરી રોડ, રસ્તા પર પડી ન રહે તે માટે સરાહનીય કાર્ય, અમિતા બેન વાઘેલા, પોતે એડવોકેટ હોઈ અને પોલીસ લોક રક્ષક ભરતીમાં જે ગુજરાતમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા. તેમના માટે ઘઉં રોજબરોજ તેમના એક્ટીવા પર લઈને રોહીદાસ સમાજ ખાતે તમામ સમાજ માટે ભજન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. ત્યારે રોહીદાસ સમાજના પ્રમુખ ડાયાભાઈ પરમાર ને સત સત વંદન, જેઓએ આ સરાહનીય કામ ભોજનનુ તમામ જ્ઞાતિ માટે વિનામૂલ્યે ભોજન શરૂ કર્યું હતું. અને રોહીદાસ સમાજ ની ટીમ દ્વારા જે કાર્ય કર્યું તે સરાહનીય છે. બાબુભાઈ પટેલ પોતે બિલ્ડર હોઈ (અશ્વમેઘ)પણ અબોલ જીવ માટે જીવ આપી દે તેવા બાબુકાકા ૩૦ લાખની ગાડી માં ફરતા હોય પણ અંદર ખજાનો જુઓ તો બિસ્કીટ ગાંઠીયા થી લઈને અબોલ જીવ માટે નું ભજન અંદર હોય જ, શૈલેષ ઠક્કર, પ્રભુદાસ ઠક્કર, જીગ્નેશ ઠક્કર, આ ઠક્કર પરિવાર દ્વારા મોંઘવારીની ગમે તેવી ટક્કર થાય પણ માનવજાત અને અબોલ જીવ માટે કરી છૂટવાનુ, ત્યારે કોરોનાની મહામારી માં જીગનેશ ઠક્કર દ્વારા ફુડ પેકેટ, કોરોન્ટાઇન દર્દીને સ્વામિનારાયણ મંદિરમાં આશરો ,ભોજન, શૈલેષ ઠક્કર, પ્રભુદાસ ઠક્કર દ્વારા તહેવારોમાં ઊંધિયું ,જલેબી, ગરીબ શ્રમજીવીઓ ને ભરપેટ જમાડવા, શિયાળામાં ઠુઠવાતા, શ્રમજીવીઓને સાલ, ધાબળા ઓઢડવાનું સરાહનીય કાર્ય અરૂણસિંહ સિંહ રાજપુત, ઇલેવન ભાઈ ઠાકર દ્વારા ઠંડીમાં શ્રમજીવીઓ, ગરીબ ઝુપડપટ્ટી ,ફુટપાથ ઉપર રહેતા લોકો માટે ધાબળા ઓઢાડવાનું સરાહનીય કાર્ય, મુકેશ પંડ્યા, અશ્વિન ત્રિવેદી જેઓ નામાંકિત એડવોકેટ છે. તેમના દ્વારા દર રવિવારે ગરીબોને ખીચડી આપવા જવાની અને ખવડાવીને આત્મસંતોષ મળે તેવા ધ્યેય થી પાંચ વર્ષથી ખીચડી દર રવિવારે પીરસવા મુકેશ પંડ્યા, અશ્વિન ત્રિવેદી હાજર રહીને જતાં હોય છે, ત્યારે આ ખ્તદ્ઘ-૧૮ ની સાંકળ આઠ ગણો કે માનવજાત ,અબોલ જીવ માટે માનવ મિત્ર બનેલી ચેન ને પ્રણામ, ભરતભાઈ ના તુક્કાથી એક પણ દોરી, ગુંચડા રોડ, રસ્તા પર ન દેખાતા, શાળાના બાળકો એ ગોતી ગોતીને ભુકા કરી કાઢી નાખ્યા, ત્યારે ભરતભાઈ ની આઈડિયા કારગત નીવડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com