ગુજરાતમાં રાજકોટ હોય તો રુડા, વડોદરાનું વુડા, સુરતનું સુડા, અમદાવાદનું ઔડા, તેમ ય્ત્ન-૧૮ નું ગુડા લાગે છે. જિલ્લા, તાલુકાઓનો વિકાસ કરવાનું કામ ગુડા કરે છે. ત્યારે ગુડા દ્વારા સમાવિષ્ટ ગામોમાં વિકાસ કર્યો પણ જે દુકાનો બનાવવામાં આવી છે, માર્કેટ ઉભું કરવામાં આવ્યું છે, તે તમામ ફેઇલ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આજે મોટાભાગની જે દુકાનો ગુડાના મકાનો પાસે બનાવી છે, તે તમામના ટેન્ડર મુજબ બોલી બોલાઇ, પણ ખરીદનાર દ્વારા ફક્ત બોણીજ કરાઇ છે, ટોકનની, ત્યારે ૧૫ વર્ષથી બનાવેલું વાવોલનું આ માર્કેટ મૃતઃપ્રાય અવસ્થામાં લડકતું પડ્યું છે.
ગુડા દ્વારા વાવોલ ખાતે સ્વામી વિવેકાનંદ બજાર જે ઉભું કર્યું છે, તેમાં માંડ ૧૦ ટકા જેટલી દુકાનો ચાલુ છે. બાકી બધી જ દુકાનો બંધ હાલતમાં છે. ત્યારે રાયસણ ખાતે બનાવેલી દુકાનો જેમાં ગુડાના રહિશોને દૂર વસ્તુ લેવા ન જવું પડે તે ઉદ્દેશથી બનાવેલી, પણ હજુ એકપણ દુકાન શરૂ થવા પામી નથી, ગુડા દ્વારા ટેન્ડર બહાર પાડીને દુકાનોની હરાજી કરવામાં આવીપણ આ હરાજીમાં જાેઇએ તેવો શ્રેય ગુડાને મળ્યો નથી, બોલીતો એવી બોલાય કે સોદા પાર થઇ ગયો, પણ પછી પૂરી રકમ ભરવાની આવે એટલે પોપટીયાઓ છટકી જાય, તેવી સ્થિતિ સર્જાઇ છે. ગુડા દ્વારા બનાવેલી દુકાનોમાં ચિલોડા, રાયસણ, અડાલજ, વાવોલ, તમામ જગ્યાએ હાલ કાગડા ઉડી રહ્યા છે. વાવોલનો પૂરપાટ વેગે વિકાસ તો થયો પણ આ બજાર હજું લકટતું ગાજર જેવું હોય તેમ લટકતું જ રહિ ગયું છે. ગુડાના પૂર્વ ચેરમેન અશોક ભાવસાર વખતે આ દુકાનો જે સ્વામી વિવેકાનંદનગરના નામથી બજારનું નામાંકિત થયું છે,તેમાં જૂજ દુકાનો જ ચાલુ રહેતી હોય છે, ત્યારે ભેંકાર બનેલું આ બજારમાં અજવાળું પાથરવા ગુડા દ્વારા આટલા વર્ષોમાં કોઇ જ પ્રગતિ દેખાઇ નથી, આ દુકાનો ટોકન ભાડેથી આપેલી હોય તેમાં ઘણી જ દુકાનોના ભાડા પણ એટલા વધી ગયા છે, કે મોટાભાગના લોકોએ ભર્યા ન હોવા છતાં કોઇ જ ઉઘરાણી કરવામાં આવતી નથી, જાે ઉઘરાણી કરવામાં આવે તો ગુડાની તિજાેરી છલોછલ ભરાઇ જાય, પણ કરે કોણ? ગુડા દ્વારા જે મકાનો બનાવવામાં આવ્યા છે, તેમાં ન્ૈંઝ્ર પ્રકારના ત્યાં અનેક સમસ્યાઓ હોવા છતાં અને કોઇ દુકાનની સુવિધાઓ ન હોવાથી લોકોને ૩ કિમી ચીજ-વસ્તુ ખરીદવા જવું પડે છે, ત્યારે તાણી દીેદેળા આ બજારોની તેજી લાવવામાં ગુડા અસરફળ રહ્યું છે, તેનો આ નમૂનો છે.