કલોલમાં અંબિકા બસ સ્ટેન્ડે જાહેર શૌચાલય ન હોવાથી લોકો પરેશાન

Spread the love

કલોલમાં આવેલ અને સૌથી વધુ વ્યસ્ત એવા અંબિકા બસ સ્ટેન્ડ પર જાહેર શૌચાલયની વ્યવસ્થા ના હોવાથી લોકો તોબા પોકારી ઉઠ્‌યા છે. પુરુષો તો ગમે ત્યાં ઉભા રહી જતા હોય છે ત્યારે સ્ત્રીઓ માટે તો કફોડી સ્થિતિ ઉભી થાય છે. સૌથી વધુ લેડીસને તકલીફ પડી રહી છે. અહીંથી હજારો મુસાફરો બહાગામ જતા હોય છે ત્યારે કુદરતી આવેગોના નિકાલ માટે કોઈ જગ્યા ના હોવાથી હાલાકી ઉભી થઇ રહી છે.આસપાસ ના વેપારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે ત્યારે નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી હાથ ધરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
પ્રજાને પડી રહેલ મુશ્કેલીને જાેતા અંબિકા બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેર સુલભ શૌચાલય નિર્માણની તાતી જરૂર હોવાનું ચિત્ર ઉપસ્યું છે.નગરપાલિકા દ્વારા અહીં શૌચાલય ઉભું કરાય તો મુસાફરોને મોટી રાહત થઇ શકે છે.અહીં અનેક લોકો વેપાર-ધંધે,અભ્યાસ તેમજ અન્ય મુસાફરો  મોટી સંખ્યામાં આવતા હોય છે. એક બાજુ સરકાર સ્વચ્છ ભારતની વાતો કરે અને લોકો જાહેરમાં જ યુરિન કરતા હોવાથી મહિલાઓ માટે પણ શરમજનક સ્થિતિ પેદા થાય છે. અહીં તાત્કાલિક ધોરણે એક જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી માંગણી જાેર પકડી રહી છે તેમજ નજીકના ભવિષ્યમાં આંદોલન પણ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com