ચાલુ ફરજે મારવાડી(રાજસૃથાની) સોંગ ઉપર ઠુમકા લગાવવા પોલીસ કર્મચારીઓને ભારે પડી ગયા હતા. પોલીસ કર્મચારીઓ ડ્રેસમાં ઝુમતા હોય તેવો વિડીયો સોશ્યિલ મિડીયામાં વાયરલ થયા બાદ એસ.પી. એકશન મોડમાં આવી ગયા હતા અને તાત્કાલીક ધોરણે પગલા લઈ ત્રણ પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા.
જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ માથકમાં ત્રણ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા.તેઓને સસ્પેન્ડ કરવાનો હુકમ પૂર્વ કચ્છના એસપી મયુર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.
ચાર પોલીસ કર્મચારીઓ ગાડી માં ગીત ઉપર નાચી રહ્યા હતા જે વિડીયો વાઇરલ થવા પામ્યો હતો એટલું જ નહીં તેઓ વાહનમાં યુનિફોર્મ પહેરેલ હોઈ અને પોતાની ફરજ ઉપર હોય તેવું જણાઈ આવ્યું હતું એટલું જ નહીં તેઓ તમામે ટ્રાફિકના નિયમોની પણ આવ ગણના કરી હતી સિટબેલ્ટ પણ બાંધ્યું ન હતું, પોલીસ વિભાગને શોભે નહીં તેવું અને સમાજમાં પોલીસની છબી ખરડાય તેવું અશોભનીય વર્તન કર્યું હતું.આ સમગ્ર ઘટનામાં આજે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ માથકના જગદીશ ખેતાભાઇ સોલંકી, હરેશ ઇશ્વરભાઇ ચૌધરી, રાજા મહેન્દ્રકુમાર હિરાગરને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય એક પોલીસ કર્મચારી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા હોવાથી બનાસકાંઠા જિલ્લાના એસપીને જાણ કરવામાં આવી છે .
આ સમગ્ર ઘટનામાં પોલીસ કર્મચારીઓ જે ગીત ઉપર નાચી રહ્યા છે તે નાચે મારી બિંદુની મારવાડી સોંગ હોવાનું બહાર આવ્યું છે આજે પોલિસ કર્મચારીઓ સામે પગલાં લેવાતા ચકચાર મચી જવા પામી છે.