રાજ્યના સાત ડેપ્યુટી કલેકટરોની બદલી ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની અલગ અલગ જિલ્લાઓમાં નાયબ ચૂંટણી અધિકારી-પ્રાંત અધિકારી અને ખાલી પડેલી અન્ય જગ્યાઓ ઉપર બદલીઓ કરવામાં આવી છે.
જેમાં શ્રીમતી મનીષા આર.
બ્રહ્મભટ્ટ ને ભાવનગર ખાતે નાયબ નિયંત્રક સીવીલ ડીફેન્સમાં બદલી કરવામાં આવી છે. જ્યારે સુશ્રી દીપ્તિ વી પ્રજાપતિને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બનાસકાંઠા મૂકવામાં આવ્યા છે. જ્યારે તે જ રીતે ડી એસ. નિનામા ને ઉત્તર ગુજરાત મહેસાણામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત તુષાર કે. જાનીની બદલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગીર સોમનાથ ખાતે કરવામાં આવી છે.
જયારે આર.આર.બોરડ ને નવસારી જિલ્લાના પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. ત્યારે તે જ રીતે અમિતે ચૌધરી ની બદલી ચીખલી પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી છે. ઉપરાંત મિતેશ એમ પટેલ ની બદલી સુરત કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટર જમીન સુધારણા તરીકે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આજે સાત જેટલા ડેપ્યુટી કલેકટરની બદલીઓ કરવામાં આવી છે.