કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે રસી લેનારા ઘણા જ ગરીબ વર્ગમાં બધાના પાસે મોબાઇલ હોતો નથી ત્યારે ભારત સરકારે લોકોને રાહત આપવા માટે કોવિન એપ પર થોડા ફેરફાર કર્યા છે. કોવિન એપ પર હવે એક મોબાઈલ નંબર પર 6 લોકો રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે.
આ અગાઉ તેમાંથી ફક્ત 4 સભ્યો જ એક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકતા હતાં.આપને જણાવી દઈએ કે, કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે એક મોબાઈલ નંબરની જરૂર પડે છે. જેના પર એક ઓટીપી આવે છે. આ ઓટીપી બાદ યુઝર્સ લોગ ઈન કરી શકે છે. પણ જે લોકોના ઘરમાં એક અથવા બે મોબાઈલ છે અને ઘરના સભ્યોની સંખ્યા વધારે છે. તો આપને જણાવી દઈએ કે, એક મોબાઈલ નંબરથી હવે વધારેમાં વધારે 6 લોકોના રજીસ્ટ્રેશન થઈ શકશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 70 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. તેની સાથે કુલ રસીકરણનો આંકડો 160.43 કરોડથી વધારે થઈ ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 લાખ 49 હજાર 779 લોકોને કોરોનાની રસી લગાવામાં આવી છે. તેની સાથએ આજે સવારે સાત વાગ્યા સુધીમાં 160 કરોડ 43 લાખ 70 હજાર 484 લોકોને રસી લગાવાઈ ચુકી છે.