મેઘવાલ, નગર, રાયમલ , મધુવન અને ઘોઘલા દારુબંધીને આધીન રહેશે નહીં ! : ગોવામાં ૨૮ જાન્યુઆરી થનાર કેન્દ્રશાસિત પ્રદેશોની પશ્ચિમી પરિષદની બેઠકમાં આ નિર્ણયની પુષ્ટિ થવાની સંભાવના
દીવ
ગુજરાતમાં દારૂબંધી હોવાથી લોકો શરાબનું સેવન કરી શકતા નથી. પરંતુ હવે દક્ષિણ ગુજરાતનાં ચાર ગામડાં અને સૌરાષ્ટ્રનું એક ગામ એવું છે, જેને દારૂબંધી માંથી મુક્તિ મળવાની છે. પર્યટન સ્થળોનાં રૂપમાં ઉપયોગ કરવામાં આવતા આ ચાર ગામ દારુબંધીને આધીન રહેશે નહીં. એટલે કે આ ગ્રામીણ ક્ષેત્રમાં હવે શરાબનું સેવન કરી શકાશે. ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં દાદરા અને નગર હવેલીનાં કેન્દ્રશાસિત પ્રદેશો સાથે જોડાયેલા ચાર ગામ અને સૌરાષ્ટ્રનાં સમુદ્ર કિનારે રહેલ એક ગામ યુનિયન ટેરિટરી માં સામેલ થશે, જેનાથી દારૂબંધી થી આ ગામ પ્રભાવિત રહેશે નહીં.ખુબ જ જલ્દી કેન્દ્રશાસિત પ્રદેશોના લિસ્ટમાં ગુજરાતના ૪ ગામનાં નામ સામેલ થવા જઈ રહેલ છે. આવું થવા પર આ ૪ એક ગામ હવે દારૂબંધીના કાયદા માંથી મુક્ત થઈ જશે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામ છે, જે હવે દારૂબંધીના નિયમ માંથી મુક્ત બની જશે. પર્યટન સ્થળના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતા આ ૪ ગામમાં હવે દારૂબંધી રહેશે નહીં.તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર વલસાડ જિલ્લાના કપરાડા જે તાલુકાના ગામ છે, જે ખુબ જલ્દી પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ નો હિસ્સો બનવાની સંભાવના છે. આ હિસ્સો મેઘવાલ, નગર, રાયમલ અને મધુવન છે. જ્યારે સૌરાષ્ટ્રના કિનારા પર સ્થિત ઘોઘલા ગામનો એક હિસ્સો દીવ ક્ષેત્રને સોંપવામાં આવનાર છે. આ પ્રકારે કુલ પાંચ ગામ એવા છે, જે કેન્દ્રશાસિત પ્રદેશમાં આવી જશે. ગોવામાં ૨૮ જાન્યુઆરી થનાર કેન્દ્રશાસિત પ્રદેશોની પશ્ચિમી પરિષદની બેઠકમાં આ નિર્ણયની પુષ્ટિ થવાની સંભાવના છે.જણાવી દઈએ કે કપરાડા તાલુકાનું મેઘવાળ ગામ સંપુર્ણ રીતે કેન્દ્રશાસિત પ્રદેશ થી ઘેરાયેલ છે. જ્યારે ૩ ગામ દાદરા નગર હવેલી ક્ષેત્રની વચ્ચે આવેલ છે. આ ગામને ગુજરાત માંથી મુક્ત કરીને કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવાની માંગ હવે સાચી સાબિત થતી જોવા મળી રહી છે. આ રીતે સૌરાષ્ટ્રમાં દીવ થી નજીક રહેલા અમરેલીમાં ઘોઘલા એક એવું ગામ છે, જે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ માં સામેલ થવાની સંભાવના છે. આ ઘોઘલા ગામ સહિત દક્ષિણનાં ૪ ગામ પર્યટન ગતિવિધિ વધવાથી રોજગારના અવસર ઊભા થશે.