ભાજપના જિલ્લા પ્રમુખ અનિલ પટેલ ( માણસા ) મહા મંત્રી રમણલાલ દેસાઈ તથા શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, મહામંત્રી ગૌરાંગ પટેલ પણ સંક્રમિત થતા સે.૨૧ નું કમલમ અને રાયસણ કમલમ સુપર જે ટેમ્પો જામેલો કાર્યકરોનો જાેવા મળે તે હાલ ખાલીખમ જાેવા મળી રહ્યો છે….
ગાંધીનગર
GJ-18 ખાતે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે કોરોના ના કેસો હવે શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ બાનમાં લીધા છે. ત્યારે ભાજપના અનેક હોદ્દેદારો, આગેવાનો કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે ભાજપ સાહેબ પ્રમુખ રુચિરભટ્ટ , મહામંત્રી ગૌરાંગ પટેલ, તથા જિલ્લાના પ્રમુખ અનિલ પટેલ, મહા મંત્રી રમણલાલ દેસાઈ પણ કોરોના સંક્રમિત થયા છે.
ભાજપના જિલ્લા તથા શહેર પ્રમુખ પોતે થતા તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું છે ,કે જે ભાજપના કાર્યકરો કાર્યક્રમમાં અને મારા સંપર્કમાં આવ્યા હોય તો તેમણે ક્વોરોન્ટાઇન થઈને રિપોર્ટ કરી લેવા પણ સુચના આપી છે. ત્યારે હાલ GJ-18 ભાજપના પ્રમુખ શહેર તથા જિલ્લાના સંક્રમિત થતા અનેક કાર્યક્રમો ઉપર હાલ પૂરતી બ્રેક લાગી ગઇ છે. બાકી પ્રમુખ, મહામંત્રી હાજર હોય તો કાર્યાલય ટેમ્પો જામેલો જાેવા મળે, પણ હાલ ખાલીખમ દેખાઈ રહ્યો છે.