ગુજરાતમાં કોરોના ની મહામારી બાદ ફરીવાર કોરોનાએ પગ પેસરો કર્યો છે. ત્યારે કોરોનાની મહામારીની કેસોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે, ત્યારે ઘણા જ જિલ્લા અને તાલુકાઓની કોર્ટના વિસ્તારોમાં કોરોના ના કેસો જૂજ છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન કિશોર ત્રિવેદી,વાઇસ ચેરમેન કરણસિંહ વાઘેલા, ચેરમેન મનોજ અનડકટ દ્વારા પત્ર તમામ ૧૨ એસો.ના પ્રમુખ પાઠવીને GHC દ્વારા તા.૭/૧/૨૧ ના પરિપત્ર મુજબ રાજ્યની તમામ જિલ્લા અને તાલુકાની અદાલતો વર્ચુઅલ માંડમાં એટલે કે વીડિયો કોન્ફરસીંગ દ્વારા જ કાર્યરત હતી. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ રાજ્યના તમામ બાર એસો.ની રજૂઆત ને ધ્યાને લઇ નામદાર ગુ. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા S.C.P ની સમિતી તા.૧૮/૧/૨૨ ના રોજ મીટીંગ બોલાવવામાં આવી હતી. તમામ તાલુકા જિલ્લાઓમાં કોરોના ના કેસો૧૦૦ થી ઓછા હોય તો તે GHC ની શરતો ,અને માર્ગદર્શિકા ને આધીન રાજ્યની તમામ જિલ્લા અને તાલુકાની અદાલતો તા.૨૪/૧/૨૨ ના પરિપત્ર જે પાઠવેલ તેના માર્ગદર્શક ૧ થી ૩૯ સુધીની બહાર પાડવામાં આવેલ તેનું જૂથ પાણી પાલન કરવાનું રહેશે.
વધુમાં GHC દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર નં-૩/RG/C મુજબની માર્ગદર્શિકા ક્રમાંક-૨૬ મુજબ તમામ બાર એસો.નો એ સુનિશ્વીત કરશે કે બારના સભ્ય દ્વારા શાસ્ત્રીઓ કોર્ટ પરિસરમાં પ્રવેશ માટે એક લેખિત ડેકલેરેશન આપવામાં આવે કે તેઓને તાજેતરના ભૂતકાળમાં કોઈ પણ કન્ટેન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી નથી. તેમજ માર્ગદર્શિકા ક્રમાંક-૨૭ મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજ્યના તમામ બાર એસો. નોને ડેકલેરેશન-ફોરર્મેટ પ્રદાન કરશે.