દેશના વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ શહેરોના વિકાસ અને ગ્રામ્ય કક્ષાએ સ્માર્ટ સિટી થકી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી રહ્યા છે ત્યારે જાેઈએ તેવું પૂરપાટ વેગે વિકાસ થયો નથી જેથી GJ-18 મનપા દ્વારા સર્વાંગી વિકાસ માટે મદદ લેવામાં આવશે આ માટે તેઓએ નાગરિકો પાસેથી સૂચનો અને પ્રતિભાવો મંગાવ્યા છે કોરોના ની હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ નાગરિકોને પોતાના સૂચનો અને પ્રતિભાવો વિગતવાર લખીને ટપાલ દ્વારા અથવા ગાંધીનગર મહાપાલિકા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧ ૮૦૦ ૧૦૮ ૧૮૧ અથવા chairman.gmc gor @gmail.comપર ચાર દિવસમાં મોકલી આપવા માટે જણાવ્યું છે નાગરિકો દ્વારા મોકલવામાં આવેલા સૂચનો મહાનગર પાલિકાના આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨ માટેના અંદાજપત્ર માટે સ્થાયી સમિતિમાં વિચારણા કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું