કોરોનાની મહામારી, લોકડાઉનથી લઈને અનેક લોકોની મોંઘવારીમાં કમર તુટીગઈ છે.ત્યારે પોતાની પાસે થોડી બચતમાંથી કાંઈક દેશવાસી એટલે કે નગરમાં રહેતા શ્રમજીવીઓ માટે કાઈ કરવાની ભાવનાથી અને ઉમદા વિચારથી ૧૫૦થી વધારે યુવાનોની ટીમ રોટી બેંકમાં જાેડાયેલી છે.રોટી બેંક આજે દર રવિવારે ભૂખ્યા ને ભોજન, તેમ દર રવિવાર દાળ, ભાત, શાક,પુરી,રોટલી,તહેવાર હોય તો મીઠાઈ જે ગરીબ ને જાેવા મળે પણ ચાખવા અને ખાવા નહીં,પણ આ સંસ્થા સ્વીટ પણ પીરસી રહી છે. રામે દીઠો રે મીઠો રોટલો કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે. તે વાપરીને પુણ્ય કમાય તેજ સાચો જીવડો , આજના યુવાનોને સેવા કરવી તે ખબર છે. ત્યારે આજના યુગમાં લાકડીઓ ખવડાવીને જમીનનો માંગનારા, ભોજન માટે ચેકની રકમ માંગનારા, પણ સેવા કરવા વાળાને અનાજ ના કટ્ટા વિના માંગે મળી જતા હોય છે. બાકી રકમ લઈને સેવા કરવાની ભાવના અને ફદીયા ભેગા કરવાવાળા આજે પણ માનતા રહે છે, બધી જગ્યાએ વેપલો કરતા લાકડી વાળા આજે પણ માંગતા જ રહ્યા છે.
ત્યારે વિના મલ્યે જમાડનારાના ધાન ક્યારેય ખૂટ્યા નથી, આ વાત જાણવી હોય તો વીરપુરનું જલારામ મંદિર માં એડવાન્સ વર્ષોના બુકીંગ છે.બાપા સીતારામ હજારો માણસો જેમ છે,ખૂટયું ક્યારેય નથી,ચોટીલા મંદિર, આપા ગીગાનો ઓટલોથી લઈને અનેક એવી જગ્યાઓ ગુજરાતમાં છે, તેમાં ક્યારેય ભોજન માં આટ નથી, અને આવશે પણ નહીં,
GJ-18 ની રોટી બેંક ગરીબની જઠરાગ્નિ ઠારતી જે ગરીબો માટે રોટી બની મોટીબેંન્ક તે ખુશીની વાત છે આપેલું દીધેલું વાપરેલું ક્યારે ફોગટ જતું નથી શું હતું ? આજે આપણી પાસે શું છે? અને છેલ્લે ગમે તેવું હોય પણ ઉપર શું લઈને જવાનું છે? આ માર્મિક શબ્દ તમાને સમજાય તો ભારતમાં ભૂખ્યો ના સુવે સિકંદર હોય કે અંબાણી ટાટા, બિરલા કોઈ લઈ જવાનું નથી આજના યુગમાં લોકો પોતાનું નામ પૈસાપાત્ર મોટું આવે અને ફોર્બ્સ મેગેઝિન ઇન્ડિયા ટુડેમાં ફોટો અને નામ આવે તેવા સપના જાેતા હોય છે, બાકી ભાઇ કુદરતમાં ચોપડે નામ નોંધાવો પુણ્યનું કામ કરીને નામ આગળ ધપાવો, ત્યાં નોટો, ચિલ્લર કશું ચાલતું નથી, ફક્ત પૂર્ણ્ય ચોપડો તપાસવામાં આવે છે, સાત પેઢી નું ભેગું કરવામાં આંધળી દોટ મૂકનારા ક્યારેક તો ભૂખ્યાનીે જઠરાગ્નિ ઠારો કેવી શાંતિ મળે તે જાેજાે, અબોલજીવોને ભોજનથી લઈને તેની જે વસ્તુ ભાવતી હોય તે ખવડાવજાે ક્યારેય ભૂલશે નહીં આજે GJ-18 રોટી બેંન્ક સાથે જાેડાયેલા અને જય હો ફાઉન્ડેશન સંચાલિત જે યુવાનો કર્મશીલ બની ને કામ કરી રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન, યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે પણ આ યુવાનો સેવામાં જાેડાયા અને મોટી ચેઇન બને તેવી દિલથી શુભકામના કારણ કે આજના યુવાનોને મંદિરમાં નહીં મોલ માં રસ છે સેવા નહીં મેવામાં રસ છે, ત્યારે ફાસ્ટ લાઈફમાં જીવતા અને આંગળીના ટેરવે મોબાઈલથી લઈને કોમ્પ્યુટર પર ગેમ થી લઈને તમામ ફાસ્ટ કામ કરતાં આવા યુવાનો જે તપેલા ઊંચકીને જે ભોજન પીરસી રહ્યા છે તે ખવડાવવાનો જે આનંદ મળી રહ્યો છે તે સ્વર્ગનો અનુભવ થાય આવી ઘણી જ સેવાકીય સંસ્થાઓ ની મોટી ચેનGJ-18 માં બની રહી છે તે બદલ રોટીબેન્ક જે કામ કરી રહી છે તે અને સૌ સભ્યો જે સેવા આપી રહ્યા છે તે રજાનો દિવસ ગરીબો માટે સેવાનો દિવસ કહેવાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી.