૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી, ઠેર -ઠેર રોડ, રસ્તા પર શ્રમજીવી દ્વારા ફ્લેગો વેચવા
હેડિંગ
૭૩ વર્ષ પછી પણ 5 કરોડ દેશમાં ભૂખે સુ એ છે, પાપી પેટકા સવાલ હૈ,
દેશમાં આજરોજ પ્રજાસત્તાક દિનની તડામાર ઉજવણી થઈ ગઈ, પણ રોડ ,રસ્તા પર ફ્લેગ, બેનરો, ફુગ્ગા વેચતા આવા અનેક લોકો પાપી પેટ માટે આજે ફ્લેગ વેચીને પોતાનું પેટીયું રળી રહ્યા છે. શું આજે ભારત દેશ આઝાદ થયો તેના ૭૩ વર્ષ પૂર્ણ થવા છતાં દેશમાંથી ગરીબી હટી ખરી ? વિકાસ થયો તો કોનો થયો ? મૂડીવાદી વધુ મૂડીવાદી બની રહ્યા છે, ગરીબ ગરીબ બની રહ્યો છે, પહેલાના જમાનામાં એક કમાય બધા ખાય, અને આજે બધા કમાય ત્યારે ૨ ટાઈમ ખવાય, તો દેશમાં વિકાસ શેનો ? દેશમાં 5 કરોડ લોકો 1 ટાઇમ ભૂખ્યો સૂવે છે. શું કામ? કેમ? ભારત સૌથી વધારે ખેતીપ્રધાન દેશ કહેવાય છે, અનાજનું મબલખ ઉત્પાદન છતાં પાંચ કરોડ દેશમાં એક ટાઇમ મુખ્ય સુવે તો ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી શું ફક્ત શહીદોને સલામી આપ્યા બાદ જેમણે અંગ્રેજોની ચૂંગાલમાંથી દેશને આઝાદ કરાવ્યો અને આઝાદ માનવીને જવાબદારી ભૂખ્યાને ભોજન, અભણને શિક્ષણ, બે ઘરને ઘર, શું આ બધું થયું છે, ખરું ?
૭3 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તો થાય છે, પણ એ ખબર છે કે દેશમાં કેટલા લોકો ભૂખ્યા સુવે છે? ગરીબી, બેકારી, બેરોજગારી, આ પ્રશ્નો પેચીદો છે, દેશને આઝાદ તો ઘડવૈયાઓએ કરાવી દીધો, પણ આઝાદ થયા બાદ જે આઝાદી જોઈએ તે શિક્ષણની, રોજીરોટી, બેરોજગારોને રોજગારી આ પ્રશ્ન હાલ પેચીદો બન્યો છે.રોડ , રસ્તા પર જેમણે ભણવાની ઉંમર છે, રમવાની ઉંમરે મજૂરી કામ અને રોડ, રસ્તા પર તડકો, ઠંડીની ઋતુમાં સવારમાં ચાર રસ્તે વેચતા આ માનવજાત આવનારી આપણી યુવાપેઢી ગુલામી કરતાં બદતર જીવી રહી છે, તેવું નથી લાગતું ? ત્યારે ભણશે ભારત, ભણાવશે ભારત તેમ કાયદાઓ ,નિયમો તો ઘણા બહાર પડ્યા ,પણ આ નિયમોનું પાલન જો થાય તો, સાચા અર્થે ન્યાય મળે, તસવીરમાં બાળકી પડીકુ ખાઈને પેટ ભરી રહી છે, તે આપણા ભારતની ગરીબી, દારૂણી ની સ્થિતિ જ છે, એક બાળકી જ્યાં મા- બાપ ફ્લેગ વેચે છે. ત્યાં બેસીને જોઈ રહી છે. ત્યારે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. તો શું છે 73વર્ષે દેશનો વિકાસ થયો પણ ગરીબી, બેકારી, બેરોજગારી,થી બહાર નીકળ્યો ખરો? આપણા દેશના જે સપૂતો શહીદ થયા તેમણે તો આપણને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્તિ અપાવી ,તો આપણી પ્રજા, ભારતીય પ્રજાને બેકારી, ભૂખમરાથી ક્યારે મુક્તિ અપાવીશું ?
બોક્સ
GJ-18 ખાતે આવેલા સર્કલો ઉપર શ્રમજીવીઓ, બાળકો ઝંડા વેચતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય એ ચોપડામાં સીમિત રહ્યું છે. દેશમાં કેટલા લોકો ભૂખ્યા સુવે છે, તે ચિંતાજનક આંકડો છે, બેરોજગારી, મોંઘવારી, ગરીબી,એ આપણા દેશનો વિકટ પ્રશ્ન છે.73 વર્ષ આઝાદીની થયા પણ આ પ્રશ્નનું સોલ્યુશન ક્યારે આવશે, તે યથાર્થ પ્રશ્ન ગરીબ પૂછી રહ્યો છે.