તુલીચેન્ટ્સ સ્થાપક તુલી બેનર્જી
12 વિજેતા બાળકોને માય ટોયઝ , WICCI – ચાઈલ્ડ કેયર કાઉન્સિલ અને તુલીચેન્ટ્સ દ્વારા આકર્ષક ભેટ
અમદાવાદ
26મી જાન્યુઆરી 2022 તુલીચેન્ટ્સ અમદાવાદ દ્વારા આ વર્ષની ૭૩વી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અવસરે, અમદાવાદમાં સીમા હોલ નું પાછળ આનંદનગર વિસ્તારમાં તુલીચેન્ટ્સ દ્વારા 3 વર્ષથી – 16 વર્ષની વયના બાળકો માટે કેટલીક રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘણી પ્રતિષ્ઠિત શાળાઓના બાળકોએ ચિત્ર, ગાયન, નૃત્ય અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સ્પર્ધાઓ ઓનલાઈન તેમજ ઓફલાઈન યોજાઈ હતી અને એને દેશભક્તિના થીમ પર આયોજિત કરવામાં આવ્યું હતું. ૩ સ્તરોમાં યોજવામાં આવેલ આ સ્પર્ધાઓમાં 12 વિજેતા બાળકોને માય ટોયઝ , WICCI – ચાઈલ્ડ કેયર કાઉન્સિલ અને તુલીચેન્ટ્સ દ્વારા આકર્ષક ભેટ આપવામાં આવી હતી.લાયન શ્રી દક્ષેશ સોની – રોરિંગ ડાયરેક્ટર, લાયન આ પ્રસંગે મુખ્ય મેહમાન હતા અને એને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો કાર્યક્રમમાં તુલી ચેન્ટ્સના તુલી બનેર્જી , શ્રીમતી સ્વીટી ગોસર – જીનિયસ બ્રેઈન એકેડમીના એમડી અને ચાઈલ્ડ કેર કાઉન્સિલ – WICCI ના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ , MY Toyz ના અપૂર્વ મહેતાએ અને શ્રી જાણીતા પોલિટિકલ લીડર શ્રી અમજદ ખાન પઠાણ એ આ પ્રસંગે પ્રદર્શન કરનાર સર્જનાત્મક બાળકોને ઈનામો અને પ્રમાણપત્રો આપ્યા હતા .
કાર્યક્રમમાં સ્પર્ધાના જજિસ – મોટિવેશનલ માઇન્ડ ટ્રેનર સુશ્રી પ્રીતિ મોદી, કલાકાર અને ચિત્રકાર શ્રી નરેશ સોલંકી, કોરિયોગ્રાફર સુશ્રી કિંજલ લંગાલિયા, શ્રીમતી સ્વીટી ગોસર, રાજકારણી અમજદ ખાન પઠાણ અને તુલી બેનર્જી (તુલીચેંટ્સના સ્થાપક) એ સાથે બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા. કાર્યક્રમના સંચાલનમાં સુભોજીત સેને મદદ કરી હતી અને પિયુષ પટેલે ફોટોગ્રાફી કરી હતી. તુલી ચેન્ટ્સ ના અપૂર્બા સેને તેમની હાજરી માટે તમામ માતાપિતા અને મહેમાનો સાથે આભારનો મત શેર કર્યો.