ગાંધીનગર મહાનગર પાલીકાનાં સફાઇ કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં પોતાની માંગણીઓ પુરી કરવા માટે ગાંધીનગર મહાનગર પાલીકા કેમ્પસનાં બગીચામાં લોકો ધરણા પર બેઠા હતા. આજે દોઢ મહિનાથી વધારે સમયથી પોતાની માંગ લઇને પ્રદર્શન કરતાં હજુ પણ તંત્રનું પાણી હાલતું નથી, તંત્ર દ્વારા માંડ ૮ થી ૯ હજાર રૂપરડી પગાર આપવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા સ્માર્ટવોચ પેચીદો પ્રશ્ન હોય જેથી કામદારોને માંડ પગાર ૨ હજાર રૂપિયાજ આવે છે, ત્યારે કરોડો રૂપિયાનું આંધણ કરીને ખરીદેલી સ્માર્ટવોચ હવે મહાનગરપાલીકાનું ગળાનું હાડકુ બની છે. હજારો સંખ્યામાં ખરીદેલી સ્માર્ટવોચ ફક્તને ફક્ત કામદારોને જ પહેરાવવામાં આવી છે. અને જાેવા જઇએ તો સ્માર્ટ સીટીમાં કામ ન કરતાં અને તગડા પગાર મેળવતા કર્મીઓ સામે પગલાં લેવામાં આવતા નથી, ત્યારે પોતાની બુલંદમાંગ સાથે આજે અર્ધનગ્ન અવસ્થામાં મનપાના પટાંગણમાં મોટી સંખ્યામાં કામદારો ઉપવાસ આંદોલન હજુ ચાલુ જ રાખ્યું છે.