અમદાવાદ
આજે જમાલપુર amts ખાતે પત્રકાર પરિષદ યોજી મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ હોસ્પિટલના સને ૨૦૨૨-૨૩ ના નાણાંકીય વર્ષ માટેનું અંદાજપત્ર મેયર કિરીટ પરમાર દ્વારા અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યવસ્થાપક મંડળ દ્વારા સુધારા કરી રજુ કરવામાં આવેલ છે. સને ૨૦૨૨-૨૦૨૩ ના વર્ષની હોસ્પિટલની સામાન્ય આવક રૂા.૩૩૩.૬૫, તેમજ સામાન્ય ખર્ચ માટે રૂા.૧૭૨.૯૬ કરોડ અસામાન્ય ખર્ચ માટે રૂા.૧૨.૩૧ મળી કુલ ૧૮૪.૮૩ કરોડમાંથી હોસ્પિટલની સામાન્ય આવક બાદ કરતાં ખુટતી રકમ પૈકી રૂા.૧૭૯.૩૧ કરોડ અ.મ્યુ.કોર્પોરેશન પાસેથી તથા રૂા.2 કરોડ રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ તરીકે મેળવવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું.
શેઠ વી.એસ.હોસ્પિટલ ખાતે દર્દીઓને સુપર સ્પેશીયાલીટીની સેવાઓ મળી શકે તે હેતુસર સુપર સ્પેશીયાલીટી શરૂ કરવામાં આવેલ છે. જેમાં રૂા.૧૫૦૦૦/- માસીક ઓનેરેરીયમ પ્રતિ યુનિટ ધોરણે પ્લાસ્ટીક સર્જરી, ગેસ્ટ્રોમેડીસીન, પેઇન ક્લિનીક, યુરોસર્જરી, એન્ડો ક્રાઇનોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્કો સર્જરી, નીયોનેટલ કેર, કાર્ડિયોલોજી (ઓપીડી). ન્યુરોસર્જરી જેવી સુપર સ્પેશીયાલીટી વિજીટીંગ કન્સલટન્ટની નિમણુંક કરી નવેમ્બર – ૨૦૨૧ થી કરવામાં આવેલ છે.એમ.જે.લાયબ્રેરીનું રૂપિયા 15.33 કરોડનું બજેટ રજૂ કરાયું હતું.
વી એસ હોસ્પિટલ અને ચિનાઇ પ્રસૂતિગૃહનું નવું મકાન શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ કેમ્પાઉન્ડમાં નવી ૫૦૦ પથારીઓની ઉતકૃષ્ઠ કક્ષાની અદ્યતન સુવિધાઓવાળી હોસ્પિટલ બાંધવા માટે મ્યુનિસિપલ જનરલ બોર્ડ દ્વારા બજેટ વર્ષ ૨૦૨૧-૨૨માં રૂા.૧૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ તેના અનુધાને સ્ટે.કમિટી ઠરાવ ૪૯૫ તા.૦૩-૧૧-૨૦૨૧ થી હોસ્પિટલ ખાતે નવું બિલ્ડીંગ બાંધવા માટે આર્કીટ્રક્ચરલ પ્લાનીંગ અને ડિઝાઇન કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવેલ છે.ટૂંક સમયમાં ભૂમિપૂજન કરવામાં આવશે.
નેસ્ટલે ઇન્ડિયા લી.દ્રારા સી.એસ.આર. હેઠળ શેઠ વા.સા.જન.હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પ એલ.પી.એમ.(૫૦ બેડને ઓક્સીજન પુરો પાડી શકે તેવો) રૂા.૬૫ લાખ થી વધુ કિંમતનો ઓકસીજન પ્લાન્ટ વસાવવામાં આવેલ છે.
કેન્દ્ર સરકાર ધ્વારા અમલમાં મુકેલ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંર્તગત સેકન્ડરી અને ટર્સરી બિમારીઓમાટે સારવાર મળવાપાત્ર છે જેમાં કિડનીને લગતી બિમારી જેવી કે ડાયાલીસીસ, હાડકાને લગતી બિમારી જેવી કે ઘૂંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ, સ્ત્રીરોગ, નવજાત શિશુને લગતી બિમારી માટે રૂા.૫.૦૦ લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે.
વાહન અકસ્માતના દર્દીને અકસ્માત થયાના પ્રથમ ૪૮ કલાક સુધીમાં રૂા.૫૦ હજાર સુધીની મહત્તમ મર્યાદામાં સુચિત કલ્સ્ટર પ્રમાણેનો લાભ શેઠ વા.સા.જ.હોસ્પિટલ ખાતે મળવાપાત્ર રહેશે .
હોસ્પિટલમા નોર્મલ તથા સીઝીરીયન સેકશનથી ડીલીવરી થાય છે.
હોસ્પિટલમાં જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ (જે.એસ.એસ.કે.) અંતર્ગત પ્રસૂતામાતાને પ્રસૂતિ પછી ૪૨ દિવસ સુધી અને નવજાત શિશુને ૧ વર્ષ સુધી તબીબી સારવાર તેમજ સર્જીકલ સામગ્રી, લોહીની તપાસ, સોનોગ્રાફીથી તપાસ, એક્સ-રે, ઇકો, સીઝેરીયન સેવા, ઘરેથી હોસ્પિટલ આવવા અને જવા માટે એમ્બ્યુલન્સ સેવા ઉપરાંત ૭ દિવસ સુધીનો ડાયેટ વિનામૂલ્યે અત્રે હોસ્પિટલ ખાતે આપવામાં આવે છે. બીજી હોસ્પિટલમાં જન્મેલ સીરીયસ બાળકોને પણ કેટલીક વાર અત્રે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે
સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઓપીડી, આઇ.પી.ડી., લેબોરેટરી, એક્સરે, એસ્ટાબ્લીશમેન્ટ, એકાઉન્ટ, સ્ટેટસ્ટીક તેમજ અન્ય આનુસાંગિક વિભાગોનું ડિજીટલાઇઝેશન કરવા માટે બજેટમાં રૂા.2 કરોડની જોગવાઇ કરવામાં આવે છે.
સ્પેશ્યાલીટી, સુપર સ્પેશ્યાલીટી, લેબોરેટરી, રેડિયોલોજી તેમજ મિડીયા ક્લિપ્સ ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશીયલ મિડીયા ઉપર એકાઉન્ટ બનાવી જુદા જુદા મીડીયા કવરેજ માટે રૂા. ૫૦ લાખની બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે.વી એસ નાં નવા ઉપલબ્ધ થનાર બિલ્ડીંગમાં ૩ કરોડની જોગવાઇ કરવામાં આવે છે.
સીટી સ્કેન તેમજ એમ.આર.આઇ. જેવી રેડિયોલોજી,હોસ્પિટલ માટે દાન મેળવવાનું આયોજન, નાની-મોટી કે કોઈ ગંભીર ઇજાનું અત્રેની હોસ્પિટલમાં આધુનિક સારવાર મળી રહે તે માટે ઓર્થોપેડિક સર્જન, પેઇન મેનેજમેન્ટ એક્ષપર્ટ તેમજ નિષ્ણાંત ફિઝિયોથેરાપીસ્ટની સેવાઓ અત્રે ટ્રોમા સેન્ટર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નિયોનેટલ મોર્ટાલીટીમા ઘટાડો કરવાનું આયોજન
રૂા.૩ લાખ અને એન.આઇ.સી.યુ. માં નવાજાત શિશુઓને થતા કમળા જેવા થતા રોગનું ત્વરિત નિદાન થાય તે માટે તેમજ કોઇપણ પ્રકારનો ચેપ થતો અટકાવી નિયોનેટલ મોર્ટાલીટી રેટ ઘટે તે માટે બે TCB મશીન ખરીદવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે રૂા. ૩ લાખ ની જોગવાઇ કરવામાં આવેલ છે.
ગેસ્ટ્રોએન્ટોલોજી વિભાગનું આધુનિકરણ માટે રૂ।.૩૦ લાખ પેથોલોજી વિભાગનું આધુનિકરણ માટે રૂા.૧૭ લાખ , નવા પેઇન મેનેજમેન્ટ વિભાગનું આધુનિકરણ ૩ .૮૯ કરોડ અને આધુનિક સાધનો માટે રૂ.૪.૬૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
એમ.જે.લાયબ્રેરીનું રૂપિયા 15.33 કરોડનું બજેટ રજૂ
શેઠ મા.જે. પુસ્તકાલયનું રૂા. ૧૫ કરોડ ૩૩ લાખ ૨૫ હજારનું બજેટ મંજૂર કરવામાં આવ્યું.મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળે તેમાં રૂા. ૧ કરોડ ૮૦ લાખના નવીન આયોજનો સામેલ કર્યા.
અમદાવાદ શહેરના સાહિત્ય રસિકો માટે ૦૨ ફરતા પુસ્તકાલયો રૂા. ૬૦.૦૦ લાખના ખર્ચે શરૂ કરાશે.સ્પર્ધાત્મક પરીક્ષાની વધુ સારી તૈયારી અને સ્વમૂલ્યાંકન માટે વિવિધ પ્રકારના રૂા. ૩૦, ૦૦ લાખના
મોડ્યુલનું આયોજન દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી નાગરિકોને વાકેફ કરવા મા.જે. પુસ્તકાલયની બહાર લાઈવ સ્ક્રોલનું આયોજન
શેઠ મા.જે. પુસ્તકાલયમાં માન. મેયરશ્રી કિરીટકુમાર પરમારની અધ્યક્ષતામાં આજરોજ મળેલ અંદાજપત્રની ખાસ સભામાં ગ્રંથપાલશ્રી ડૉ. બિપીન મોદીએ વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂા. ૧૫ કરોડ ૩૩ લાખ ૨૫ હજારના રજૂ કરેલ ડ્રાફટ અંદાજપત્રમાં મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ દ્વારા રૂા. ૧ કરોડ ૮૦ લાખના નવીન આયોજનો સામેલ કરી રૂા. ૧૭ કરોડ ૧૩ લાખ ૨૫ હજારનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. આ નવીન આયોજનો અમદાવાદ મહાનગરની વાચનપ્રેમી જનતાને ઉપયોગી થવાના હેતુથી નક્કી કરવામાં આવેલ છે.
શેઠ મા.જે. પુસ્તકાલયના અંદાજપત્રની માહિતી આપતા માન. મેયરે જણાવ્યું હતું કે, મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં દૈનિક સરેરાશ ૨,000થી વધુ વાચકો લાભ લે છે. મા.જે. પુસ્તકાલયમાં તા. ૦૧-૦૬-૨૦૨૧થી ડિજિટલ લાયબ્રેરીનો શુભારંભ કરવામાં આવેલ છે, તેના ભાગરૂપે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે વિવિધ પ્રકારના મોડ્યુલના આયોજન માટે રૂા. ૩૦,૦૦ લાખની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે, પ્રચલિત પુસ્તકોનું ડિજિટાઈઝેશન કરવા માટે રૂા. ૧૦.૦૦ લાખનું આયોજન કરેલ છે, મા.જે. પુસ્તકાલયમાં વિવિધ પ્રકારની ડોક્યુમેન્ટરી બનાવવા માટે રૂા. ૦૫.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી નગરજનો સુમાહિતગાર થાય તે હેતુથી મા.જે. પુસ્તકાલયની બહાર આવેલ ઓવરબ્રીજની બન્ને બાજુ લાઈવ સ્ક્રોલ માટે રૂા. ૦૫.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયમાં આવેલ ઓડિટોરીયમમાં મંચની બન્ને બાજુ એલ.ઈ.ડી. સ્ક્રીન લગાવવા માટે રૂા. ૦૩.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેરમાં દૂરના પરા વિસ્તારમાં રહેતા બાળકો, મહિલાઓ, દિવ્યાંગો તેમજ સિનીયર સીટીઝન વાંચન સાહિત્યથી વિમુખ ન રહે અને તેઓને ઘરઆંગણે સેવાઓ મળી રહે તે માટે વર ફરતાં પુસ્તકાલય શ કરવા રૂા. ૬૦.૦૦ લાખની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે. પસંદિત ૦૨ વાચનાલયોને પુસ્તકાલયમાં અપગ્રેડ કરવા માટે રૂ।. ૩૦.૦૦ લાખનું આયોજન નિયત કરેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયની ઐતિહાસિક ઈમારતના સંવર્ધન માટે ભવનના બહારના ભાગમાં વોટરપ્રુફ કલરથી રંગરોગાન કરવા રૂા. ૧૫.૦૦ લાખની જોગવાઈ કરેલ છે, જ્યારે મા.જે. પુસ્તકાલયના પરિસરમાં પેવર બ્લોક, હેરીટેજ પ્રવેશ દ્વાર તેમજ વાહન પાર્કિંગના આયોજન માટે રૂા. ૧૦.૦૦ લાખનું આયોજન કરેલ છે.
શેઠ મા.જે. પુસ્તકાલયમાં વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ‘‘આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત કાર્યક્રમોના આયોજન માટે રૂ।. ૦૫.૦૦ લાખનું, મા.જે. પુસ્તકાલયના સભાસદો માટે શ્રાવણ માસમાં ત્રિદિવસીય ‘શ્રી કૃષ્ણ રસોત્સવ’ અન્વયે રૂા. ૦૩.૦૦ લાખનું, સાંપ્રત સમાજને સ્પર્શતા વિષયો પર તજજ્ઞોશ્રીઓને આમંત્રિત કરી વ્યાખ્યાનમાળા યોજવા માટે રૂા. ૦૩.૦૦ લાખનું, જ્યારે શેઠ મા.જે. પુસ્તકાલયના સ્થાપનાદિન નિમિત્તે ‘ગાંધી સન્માન યાત્રા’ તેમજ પ્રબુધ્ધ લેખકોનું બહુમાન કરવા માટે બજેટમાં રૂા. ૦૧.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે અંદાજપત્રની આ સભામાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનશ્રી હિતેશભાઈ બારોટ, સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતા, વિદ્વાન સભ્યો શ્રી કિશોરભાઈ મકવાણા અને ડૉ. હેમન્ત ભટ્ટ સહિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.