અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ યુવતી ગુમ થયા બાદ વિવાદમાં આવ્યો છે. ત્યારે અકળાઈ ઉઠેલા સ્વામી નિત્યાનંદે એક મંચ પરથી પ્રવચન દરમિયાન ચીમકી ઉચ્ચારી કે જો ગુજરાતમાં મારા અનુયાયીઓને કંઈ થશે તો જોવા જેવી થશે. મીડિયામાં નિત્યાનંદ આશ્રમ વિરુદ્ધના અહેવાલોથી ગુસ્સે ભરાયેલા નિત્યાનંદે પોતાના પાપ છુપાવવા મીડિયા પર આરોપો લગાવ્યા. મીડિયા મારા અનુયાયીઓ પર આક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તેમને કંઈ થશે તો જોવા જેવી થશે તેવી ડંફાશ મારી. નિત્યાનંદ પોતે અને તેના અનુયાયીઓ સાચા હોવાનો દાવો કર્યો. અને કહ્યું કે ગુજરાતના અનુયાયીઓને મારા પ્રત્યે અપાર શ્રદ્ધા છે. અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદને લઈને ડીજીપી શિવાનંદ ઝાએ કેસના પ્રગતિ અહેવાલની માહિતી મેળવી છે. શિવાનંદ ઝાએ એસપી રાજેન્દ્ર અસારી અને આઈજી એ.કે. જાડેજા સાથે બેઠક કરી છે. સમગ્ર કેસ અને તપાસ વિશે માહિતી મેળવી છે..સમગ્ર કેસ મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે..અને ગુમ થયેલી બંને યુવતીઓને તાત્કાલીક શોધી આપવા સૂચના આપી છે.
અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાં રખાયેલા બાળકોના અભ્યાસ મામલે તપાસનો ધમધમાટ શરૂ થોય છે. ડીઈઓ કચેરીના અધિકારીઓ આશ્રમ પાસેની ડીપીએસ સ્કુલમાં તપાસ કરી રહ્યા છે. જેમાં કેલોરેક્ષ ગ્રુપે આશ્રમને જગ્યા લીઝ પર આવી હોવાનો ડીઈઓ કચેરીના તપાસમાં ખુલાસો થયો છે. આશ્રમના 24 વિદ્યાર્થીઓ ડીપીએસ સ્કુલમાં અભ્યાસ કરતા હતા. જોકે બાદમાં ત્રણ વિદ્યાર્થીઓએ એડમિશન રદ કરાવ્યુ હતુ. અને હાલમાં આશ્રમના 21 વિદ્યાર્થીઓ ડીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમના વિવાદમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે હવે ઈમિગ્રેશન વિભાગ પણ તપાસમાં જોડાયુ છે. આ આશ્રમમાં વિદેશથી આવેલા સેવકો પણ વસતા હોવાને લઈને ઈમિગ્રેશન વિભાગ સક્રિય બન્યુ છે. અને ઈમિગ્રેશન વિભાગની ટીમે હાથીજણ સ્થિત આશ્રમમાં પહોંચીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં હાથીજણ સ્થિત નિત્યાનંદ આશ્રમમાં બાળકો અને યુવતીને રાખવાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. સાતથી આઠ યુવતીઓ અને બાળકોને હાથીજણ સ્થિત પુષ્પક સીટીના બે મકાનમાં રાખવામાં આવતા હતા. તેઓને લાવવા અને લઈ જવા માટે ડીપીએસ સ્કુલ બસનો ઉપયોગ થતો હતો. ભગવા વસ્ત્ર ધારણ કરેલા યુવતીઓ અને બાળકોને મોડી રાતે આશ્રમથી મકાનમાં મુકી જવામાં આવતા અને સવારે તેઓને પરત આશ્રમ લઈ જવાતા હતા. છેલ્લા દોઢ મહિનાથી 7 જેટલી યુવતી અને બાળકોને રહેવા માટે મકાન અપાયાનું સામે આવ્યુ છે.