પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને થઈ શકે છે ફાંસીની સજા, જાણો કેમ..

Spread the love

પાકિસ્તાનમાં એક સ્પેશિયલ અદાલતે પૂર્વ સૈનિક સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફ વિરૂદ્ધ ચાલી રહેલા રાષ્ટ્રદ્રોહના કેસમાં નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. અદાલત આગામી 28 નવેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સંભળાવશે. પાકિસ્તાનની પીએમએલ-એન સરકારે 76 વર્ષિય પૂર્વ સેના પ્રમુખ વિરૂદ્ધ વર્ષ 2013માં આ કેસ નોંધ્યો હતો. મુશર્રફ પર નવેમ્બર 2007માં અતિરિક્ત બંધારણિય ઈમરજંસી લાગુ કરવાનો આરોપ છે.  જસ્ટિસ વકાર અહમદ શેઠની અધ્યક્ષતા હેઠળની ત્રણ સભ્યોની ટ્રિબ્યૂનલે આ મામલે સુનાવણી કરી હતી. અદાલતે નિર્ણય સુરક્ષીત રાખ્યો તે દરમિયાન મુશર્રફના વકીલને 26 નવેમ્બર સુધી અંતિમ દલીલો રજુ કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાની સમાચારપત્ર ડૉને પોતાના હેવાલમાં જણાવ્યું છે કે, જો મુશર્રફને આ મામલે દોષિત ઠેરવવામાં આવશે તો તેમને ફાંસીની સજા થઈ શકે છે. પાકિસ્તાનના ઈતિહાસમાં મુશર્રફ એવા પહેલા સૈન્ય પ્રમુખ હશે જેમના પર 31 માર્ચ 2014માં દેશદ્રોહના આરોપો નક્કી કરવામાં આવ્યા હતાં. જોકે મુશર્રફે તમામ આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે. વર્ષ 2016માં મુશર્રફ દુબઈ ભાગી ગયા બાદ આ ચર્ચિત હાઈપ્રોફાઈલ કેસની સુનાવણી ઠપ્પ થઈ ગઈએ હતી. મુશર્રફે તબિબિ સારવારનો હવાલો આપીને માર્ચ 2016માં પાકિસ્તાન છોડી દુબઈમાં ચાલ્યા ગયા હતાં. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાંથી હટાવવામાં આવ્યા બાદ તેઓ વિદેશ જવામાં સફળ રહ્યાં હતાં. જોકે થોડા જ મહિના બાદ પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે તેમણે ભાગેડૂ જાહેર કરી દીધા હતાં.

બાદમાં મુશર્રફે સુરક્ષાનું કારણ આગળ ધરીને સ્વદેશ પાછા ફરવાનો ઈનકાર કરી દીધો હતો. બાદમાં અદાલતે તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. મુશર્રફના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન આવી અદાલતમાં હાજર થઈ શકે તેમ નથી. વકીલ તરફથી એમ  પણ કહેવામાં આવ્યું હતું કે, મુશર્રફનું સ્વાથ્ય ખરાબ રહે છે જેના કારણે ડૉક્ટરોએ તેમને દુબઈની બહાર જવાની મનાઈ ફરમાવી છે. પરંતુ હવે મુશર્રફની મુશ્કેલી વધી શકે છે. 1999માં જનરલ મુશર્રફે વડાપ્રધાન નવાઝ શરીફની સરકારને બળપુર્વક ઉથલાવી નાખી હતી. તેમણે પાકિસ્તાન પર વર્ષ 2008 સુધી શાસન કર્યું હતું. જો કે મુશર્રફને પણ પદ પરથી હટવા મજબુર કરવામાં આવતા તેમણે સત્તા છોડવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com