GJ-18 મનપાનો વિસ્તારમાં નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે વિકાસથી હજુ પણ વંચિત રહેલા ગામોમાં ગામ નું મકાન નાનું હોય પણ ફળિયુ મોટું હોય ત્યારે મનપા દ્વારા ચકાસવામાં આવે તો જે પાલિકાનો ટેક્સ આવતો હતો તેનો ૩૬૦ ટકાથી વધારે ટેક્સ આવે તેવી શક્યતા જાેવાઇ રહી છે, ત્યારે મનપા સમાવિષ્ટ એવા પેથાપુર રાધેજા, રાંદેસણ, કોબા, રાયસણ, ધોળાકુવા, ખોરજ થી લઈને જે મનપામાં સમાવિષ્ટ કરવામાં આવેલા ગામો પૈકી જે ગ્રામજનો અને નગરપાલિકા નો ટેક્સ આવતો હતો, તે હવે જે ક્ષેત્રફળ મકાનનું હશે તે ત્રણ ગણાથી પણ વધારે ટેક્સ આવશે, આકરણી ની ચોપડી ની ઈ-ચોપડી ની સાઇટ ચકાસતા લાગી રહ્યું છે.
મનપામાં આવેલા અનેક વિસ્તારો અને ગામડાઓમાં રહેતા તમામ ની પુંગી બજાઈ જવાની છે, ત્યારે રેસિડેન્સીયલ વેરામાં તો ભંગ વધારો વાપરાશનાં ક્ષેત્રફળ ૧૮૫ ચોરસ મીટર નો વર્ષ ૨૦૨૧-૨૨ નો વેરો જે પેથાપુર ૧૨૭૦ હતો તે મનપાના નવા દર મુજબ ૪૫૭૦ થશે.
જે ૩૬૦ ટકાથી વધ્યો છે, વેરાનો દર ૪.૪૦ થી વધીને દસ થઇ ગયો છે, નવી આકારણી પ્રમાણે મનપાની સાઈટ ઉપરથી ડાઉનલોડ કરેલ માગણાવારો વર્ષ ૨૦૨૨-૨૩ આ પ્રમાણે થાય છે.