કોરોનાની મહામારી બાદ મનપાની ચૂંટણીમાં ભાજપને ૪૧ સીટો મળી છે, ત્યારે મોટાભાગના વોર્ડમાં પેનલ જીતી છે ત્યારે પ્રજાના કામો માટે હરહંમેશા ખડેપગે રહેતા નગરજનોના ભઇલાઓના બેન શૈલાબેન દ્વારા કમિશ્નરને પત્ર પાઠવીને દસ જેટલા મુદ્દાઓ સાથે માગણી કરી છે. ત્યારે સ્માર્ટ સીટીમાં આંગણવાડીમાં એક થી પાંચ ધોરણમાં તમામ પાંચ સેટ પુરા પાડ્યા ફિઝિયોથેરાપી સાધનો અર્બન હેલ્થ સેન્ટર વસાવા ૧૫ સ્ટીલના બાંકડા બેસવાના ગ્રામ્યવિસ્તારો એવા કુડાસણ, ભાઇજીપુરા, બનીપુરા, ભરવાડવાસ ચારેય ખૂણે સાઇનબોર્ડ કોમન પ્લોટમાં મીની હાઇમાસ્કમાં ટાવર અદ્યતન ફુવારા સરકારી શાળામાં ૫ હજાર લીટરની પાણીની ટાંકી સુલભ શૌચાલય, સ્ટીલના બાંકડા, ખુરશી, એજ્યુકેશન ટેબલ, સીલીંગ ફેન, વોટર કુલર, ડસ્ટબિનથી લઈને વોર્ડ-૯ માં આવતા વોર્ડ માટે માંગણી કરી છે. પ્રજાના પ્રશ્નોને ફાસ્ટ વાચા આપતા શૈલાબેન અનેક નગરજનોના પ્રશ્ને કમિશ્નરને પત્ર પાઠવીને વોર્ડ-૯ મા સમાવિષ્ટ વિસ્તારોમાં જે જરૂરિયાત છે તે ૩૧ માર્ચ પહેલા પૂરી પાડવાની પણ માગણી કરવામાં આવી છે.