૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ની એ કમનસીબ ઘટના કાયમના માટે હિન્દુસ્તાનના ના ઇતિહાસ માં કલંકિત સાબિત થઈ. સત્ય ,અહિંસા અને કરુણા નો પૂજારી પ્રાર્થના સમયે ગોળીઓથી વીંધાય એ કેટલી કાયરતા, બર્બરતા અને નિષ્ઠુર તા ની નિશાની છે.
આવા સત્ય અને અહિંસાના પ્રખર આગ્રહી ની સદેહે વિદાયને ૭૪ વર્ષ પૂરા થાય છે. છતાં ગાંધી એક વિચાર સ્વરૂપે ક્યારે મૃત્યુ નહિ પામે, ગાંધી વિચાર આજે પણ આપણી વચ્ચે વિદ્યમાન છે ,ગાંધીવિચાર સદૈવ જીવંત છે , શાશ્વત છે . ગાંધીજીના જીવનના અનેક પ્રસંગો માંથી આજે પણ આપણને જીવન જીવવાની પ્રેરણા મળી રહે છે, તો આવો આજે ગાંધીજીના જીવનના કેટલાક જાણીતા પ્રસંગો યાદ કરીને બાપુ ની શ્રદ્ધાંજલિ માં આહુતી આપીએ.
હાઈસ્કુલ ના પહેલા જ વર્ષનો ,પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્ય છે. કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટર જાઇલ્સ નિશાળ તપાસવા આવ્યા હતા.તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્દ લખાવ્યા. તેમાં એક શબ્દ કેટલ(kettle) હતો. તેની જાેડણી મેં ખોટી લખી. માસ્તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો .પણ હું શાનો ચેતુ? મને એમ ભાસી ન શક્યું શક્યું કે માસ્તર મને સામેના છોકરાની પાટીમાં જાેઈ લઈ જાેડણી સુધારવાનું કહે. માસ્તર તો અમે એકબીજા માંથી ચોરી ન કરીએ એ જાેતા હતા ,એવું મેં માનેલુ. બધા છોકરા ના પાંચ શબ્દ ખરા પડ્યા ને એકલો હું ઠોઠ ઠર્યો ! મારી મૂર્ખાઈ મને માસ્તરે પાછળથી સમજાવી, પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. મને બીજા છોકરાઓમાથી ચોરી કરતાં કદી ન આવડ્યું.
આમ છતાં માસ્તર હું મારો વિનય કદી ન ચુક્યો. વડીલોના દોષ ન જાેવાનો ગૂણ મારામાં સહેજે હતો. આ માસ્તર ના બીજા દોષો પણ મારી જાણમાં પાછળથી આવેલા.છતાં તેમની મારુ માન તો કાયમ જ રહેલું. વડીલોની આજ્ઞા નું પાલન કરવું એટલું હું સમજ્યો હતો. તેઓ કહે તે કરવું; કરે તેના આપણે કાજી ન બનવું. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી ને વિશે કઈ માન નહોતું. ઈનામ કે શિષ્યવૃતિ મળે તો મને આશ્ચર્ય થતું. પણ મારા વર્તન વિશે મને બહુ જ ચીવટ હતી.વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે.શિક્ષક ને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે છે એ મને અસહ્ય થઈ પડે. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનુ દુઃખ નહોતું, પણ હું દંડ ને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડયો.આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. એ વખતે દોરાબજી એદલજી ઞીમી હેડમાસ્તર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નીયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતાં, ને લેતાં તથા શૈક્ષણ ઠીક આપતાં. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો હું કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલ માં ગયો જ ન હતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જાેઉં છું કે અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય તેવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો હતો. પાછળથી સમજ્યો કે વ્યાયામની એટલે ખરી કેળવણી ને માનસિકના જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જાેઈએ.
સત્યના પ્રયોગો માં ગાંધીજી લખે છે કે ૧૩ વર્ષની વયે મારા લગ્ન થયા એની નોંધ લેતાં અકળામણ થાય છે.મારી એક પછી એક એમ ત્રણવાર સગાઈઓ ક્યારે થઈ તેની મને ખબર નથી.એ વેળા મને તો સારા કપડાં પહેરવા મળશે. વાજાં વાગશે ,સારા ભોજન મળશે, ફુલેકા ચડશે ,નવી બાળા સાથે વિનોદ કરીશું એવી અભિલાષા હતી. એ સિવાય બીજું સ્મરણ નથી…મારે કહેવું જાેઈએ કે હું મારી સ્ત્રી પ્રત્યે વિષયાસકત હતો. હું ભણતો હતો ત્યારે જ અમારા લગ્ન થયા હતા. હું નિશાળમાં હોઉ ત્યારે પણ મને તેના વિચારો આવતા.રાત્રી ક્યારે પડે ને ક્યારે મળીએ જ વિચારો આવતા. વિયોગ અસહ્ય હતો.મારી કાલીઘેલી વાતો થી કસ્તુરબાને જગાડયા કરું. કસ્તુરબાને ભણાવવાની મને ઘણી હોશ હતી. પરંતુ મારી વિષય વાસના મને ભણાવવા ક્યાં દે ? હું પ્રેમી જેવો જ વહેમી પતિ હતો. યુવાનીમાં મેં તેને ભણાવવાના જેટલા પ્રયોગો કર્યા તે બધા જ નિષ્ફળ ગયા. હું વિષયની ઊંઘમાંથી જાગ્યો ત્યારે હું જાહેર જીવનમાં ઝંપલાવી ચૂક્યો હતો. ઈ. સ. ૧૯૦૦ની સાલથી મારા વિચારોમાં ગંભીર પરિવર્તન આવ્યું અને ધીમે ધીમે નિર્વિકાર થતો ગયો તેમ તેમ મારો ઘરસંસાર શાંત, ર્નિમળ ,અને સુખી થતો ગયો. કસ્તુરબાને માંદગીની ત્રણ ઘાતો ગઈ.સર્જરી કરાવવી પડી. ધીમે ધીમે એનો રક્તસ્ત્રાવ બંધ થયો. તેનું શરીર વળવા લાગ્યું. એ પછી ૧૯૦૬ ની સાલમાં મેં બ્રહ્મચર્ય વ્રત લીધું. ગાંધીજીએ તેમને દાંપત્ય જીવનની આ અંગત વાત પોતાની જીવનકથામા લખી છે. આજનો કોઈપણ વ્યક્તિ આવું લખી શકે કરો?
ગાંધીજી માટે ‘મહાત્મા’ ઉપરાંત બીજા અનેક વિશેષણો વપરાયાં છે. કોઈએ તેમને બાપુ કહ્યા, તો કોઇએ તેમને આ સદીના મહામાનવ કહ્યા, કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તેમને ભિખારીના વેશમાં મહાન આત્મા કહ્યા, બ્રિટનના એ વખતના પૂર્વ વડાપ્રધાન ચર્ચિલે ગાંધીજીની પોતડી જાેઈને અર્ધનગ્ન ફકીર પણ કહ્યા,પરંતુ બાપુ સાચા અર્થમાં મહાત્મા જ હતા.