ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો. ત્યારે રવિવારના રોજ કોલવડા ખાતેના ચામુંડા નગર ખાતે ના બુથ નંબર ૬૩ પર કાર્યકરોનો વાર્તાલાપ સાથે વોર્ડ નંબર સાત ભાજપના નગરસેવક શૈલેષ પટેલ ,ગામના આગેવાન દિલીપ સિંહ વાઘેલા, વોર્ડના પ્રમુખ દિલીપસિંહ ગોલ, મહામંત્રી અતુલ મહેતા, વોર્ડ કિસાન મોરચાના પ્રમુખ શંકરજી ઠાકોર, યુવા સંગઠનના પરાગ પટેલ તથા તમામ કાર્યકરો દ્વારા મન કી બાત કાર્યક્રમ સાંભળીને દલિત પરિવારના કાર્યકર દ્વારા તેમના ઘરે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અને વોર્ડ નંબર સાત ના નગરસેવક થી લઈને તમામે ભોજન લીધુ હતું, ત્યારે ભાજપના નગરસેવક શૈલેષ પટેલ ને ભોજન એવું ભાવ્યું હોય કે પછી મન કી બાત કાર્યક્રમ બાદ કડકડતી ભૂખ લાગી હોય જાણે અનાજ ના બુકડા ભરતા હોય તેમ જમતા હતા.
વોર્ડ નં -૭ ના સંગઠન દ્વારા ફોટો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હા સમાજના વાડાઓ દૂર કરીને જાતિવાદને તિલાંજલિ આપીને જે ભોજન લીધું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.