દક્ષિમ ભારતના વિવાદાસ્પદ નીત્યનંદ બાબાના આશ્રમમાં ચાલતી પ્રવૃત્તી સામે હવે ગુજરાત પોલીસે કમને તપાસ શરૂ કરી છે, જયારે મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે પરંતુ ગુજરાતમાં નિત્યાનંદ બાબાનો પગ પેસારો કરવામાં મહત્યની ભુમીકા અદા કરનાર મંજુલો પુજા શ્રોફ અને અમિતાભ શાહની સાથે ગુજરાત કેડરના સિનિયર આઈએએસ અધિકારીઓ પણ સામેલ છે દેશની સર્વોચ્ચ પરિક્ષામાં ઉત્તીર્ણ થયા પછી સાધુ સંતો દ્વારા પોતાની પ્રગતી થશે તેવા માનતા આ આઈએએસ અધિકારીની બાબા સાથેની નીકટતાને કારણે બાબા અને ડીપીએસ સ્કૂલને કોઈ તકલીફ પડે નહી તેની તકેદારી લેવામાં આવી રહી છે. મંજુલા પુજા શ્રોફના નજીકના સુત્રો માને છે કે ખરેખર આખી ઘટના માટે અમિતાભ શાહ જ જવાબદાર છે પણ અમિતાભ પોતાની કુનેહને કારણે સતત નાસી જવામાં સફળ થાય છે અને દોષનો ટોપલો મંજુલા શ્રોફના માથે ફોડાઈ રહ્યો છે, પોતાની એનજીએના નામે દેશના ઉદ્યોગપતિઓને સાધુ સંતો પાસે લઈ જનાર અમિતાભે દેશના અગ્રણીય અખબાર માલિકના પરિવારને નિશાન બનાવી લાંબા સમય સુધી તેમને લાભ લીધો હતો પણ અખબારને તેની પ્રવૃત્તીની ગંધ આવી જતા હવે તેઓ આ અખબારના લીસ્ટમાં બ્લોક કરી દેવામાં આવ્યા છે. અમિતાભ શાહે નિત્યાનંદ બાબાનો સંપર્ક ગુજરાતના અનેક નેતાઓ અને આઈએએસ અધિકારીઓને પણ કરાવ્યો હતો, રાજકારણમાં પોતાની બેઠક જતી રહેશે તેવું માનતા એક મંત્રીઓ બાબા પાસે યજ્ઞ પણ કરાવ્યો હતો. જેમાં પણ આ આઈએએસ અધિકારીની ભૂમિકા મહત્વની હતી.
ગુજરાત કેડરના આ અધિકારી પણ દક્ષિણ ભારતીય છે અગાઉ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર રહી ચુકેલા આ અધિકારી ખુબ ધાર્મિક છે તેમને સાધુ સંતો પાસે યજ્ઞ કરવામાં પુરી શ્રધ્ધા છે. જો કે તેમને ગોલ્ડ બાબા તરીકે ઓળખવામાં આવે છે કારણ તેમને સોના પ્રત્યે ખુબ પ્રેમ છે. તેઓ જેમના કામ કરે તેમના તરફથી મળતી રોકડ રકમને બદલે સોનું લેવાનું પસંદ કરતા હતા. મીતભાષી આ અધિકારી નડયા વગર પોતાનું કામ કરાવી લે છે, નિત્યાનંદ બાબાના તેઓ શિષ્ય હોવાને કારણે મંજુલો શ્રોફને કોઈ તકલીફ પડે નહીં તે જોવાનું કામ અમિતાભ શાહ દ્વારા તેમના સુધી પહોંચ્યું હતું અને આ અધિકારીએ ભુપેન્દ્રસિંહનો સંપર્ક કર્યો હતો. જો કે ભુપેન્દ્રસિંહ અને મંજુલા શ્રોફને છત્રીસનો આંકડો છે છતાં અભિતાભને કારણે સ્થિતિ બદલાઈ છે. આગળ જતાં સ્થિતિ બગડવાની છે આ આઈએએસ અધિકારી અને ભુપેન્દ્રસિંહ મંજુલા શ્રોફ અને અમિતાભને મદદ કરવા તૈયાર થયા હશે પણ તેઓ તેમના પોતાની મુશ્કેલી વધારી રહ્યા છે. આ આઈએએસ અધિકારી ખેલાડી પણ છે, સચિવાલય ખાતે તેમની બદલી થયા પછી અમદાવાદની નામાંકિત સ્કૂલમાં પોતાના બાળકોને મુકયા પછી આ આઈએએસ અધિકારીના બાળકોને ઠપકો આપનાર શિક્ષકને ચોવીસ કલાકમાં નોકરીમાંથી કઢાવી મુકવાની ક્ષમતા આ આઈએએસ અધિકારી ધરાવે છે.