મોટા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુમાં ટ્રાફિક કનજેશનની તકલીફ આજના સમયમાં ખૂબ જ સામાન્ય છે, પરંતુ શું તમે જાણો છો કે, ડ્રાઈવિંગ સિટીઝ ઈન્ડેક્સ 2019ના રીપોર્ટમાં મુંબઈ અને કોલકાતાને ડ્રાઈવિંગ માટે સૌથી ખરાબ શહેરો ગણવવામાં આવ્યા છે. યુરોપિયન કાર પાર્ટ્સ રિટેલર મિસ્ટર ઓટો દર વર્ષે ડ્રાઈવિંગ સિટીઝ ઈન્ડેક્સનો રિપોર્ટ જાહેર કરે છે. આ ઈન્ડેક્સ 100 શહેરોની ડ્રાઈવિંગ સ્થિતિ પર નજર રાખે છે અને તેને ત્રણ કેટેગરીના આધાર પર માપે છે. આ ઈન્ડેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેફ્ટી અને કિંમતના આધાર પર ડ્રાઈવિંગ સ્થિતિને માપે છે. આ કેટેગરીઝને ઈન્ડેક્સમાં આગળ 15 ભાગોમાં વહેંચવામાં આવી છે. ડ્રાઈવિંગ સિટીઝ ઈન્ડેક્સના રિપોર્ટમાં મુંબઈને 100માં નંબર પર જગ્યા મળી છે. એક વાત તો જાહેર છે કે મુંબઈમાં રસ્તાઓ પર ખૂબ જ વધુ પ્રમાણમાં ટ્રાફિક જામ રહે છે અને ડ્રાઈવિંગ સ્પીડ પર પણ અસર પડે છે. આ ઈન્ડેક્સમાં કોલકાતાને 98માં નંબર પર મુકવામાં આવ્યું છે. ડ્રાઈવિંગના મામલામાં અન્ય ખરાબ શરેહોમાં ઉલાનબાતર, મંગોલિયા, નાઈઝીરિયા અને પાકિસ્તાનના કરાચીનું નામ પણ સામેલ છે. જ્યારે બીજી તરફ, કેનેડાના કેલગરી અને અન્ય કેનેડિયન શહેરોને આ ઈન્ડેક્સમાં પહેલા રેન્ક પર રાખવામાં આવ્યા છે અને તેમને ડ્રાઈવિંગ માટે બેસ્ટ શહેરો ગણાવવામાં આવ્યા છે.