દરરોજનાં ૧૫ થી ૨૦ હજાર રૂપિયા કમાવાની લાહ્યમાં લૂંટાતા યુવાનો
ફેસબુકમાં ફેંક એકાઉન્ટ બનાવી યુવાનોને દરરોજનાં ૧૫ થી ૨૦ હજાર રૂપિયા કમાવાની લાલચ આપી ઓનલાઇન રૂપિયા પડાવી લેવાનો કારસો ચાલી રહ્યો છે જેમાં ફક્ત યુવાનો, યુવતીઓ જ નહીં પણ સારા સારા ઓફિસરો પણ ફસાઈ રહ્યાં છે . રૂપિયા પડાવી લેવાના ચાલતાં આ ધિકતા ધંધામાં લોકો પહેલાં રૂપિયા આપે છે, ઓનલાઈન વિડીયો ચેટિંગ કરે છે અને બાદમાં ચાલું થાય છે વીડિયો અને ફોટા શેર કરી દેવાની અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી બ્લેક મેઇલ. અને પછી યુવાનો , યુવતીઓ પોતાનું માન, પ્રતિષ્ઠા બચાવવા આવા ફેંક આઇડી ચલાવતાં લોકોની ચુંગાલમાં ફસાઈ જાય છે. એટલે બિભત્સ ફોટો કે કોઈ અજાણી યુવતી કે યુવાનની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો તેને એક્સેપ્ટ કરવું ન જાેઈએ.
કઈ રીતે ફસાય છે યુવાનો?
ફેસબુકમાં યુવતીઓના નામ અને ફોટા સાથે રિક્વેસ્ટ આવે છે અને પછી ઓનલાઇન વીડિયો ચેટીંગ માટે વાત થાય છે યુવાનો લાઈવ ન્યૂડ ચેટિંગ માટે રાજી થઇ જાય છે અને સામે વાડી વ્યક્તિ પોતાનાં મોબાઈલ માંથી વિડિયો કોલ કરે છે જેમાં યુવતી તો હોતી જ નથી પણ એક મોબાઈલ સામે બીજાે મોબાઈલ ચાલું કરી પોર્ન વિડિયો શરૂ કરે છે અને પછી યુવાનોને તેના કપડાં ઉતારવાનું કહે છે બાદમાં યુવાનોનાં ન્યૂડ ફોટા અને વિડિયો શેર કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવાનો ખેલ શરૂ થાય છે અને જે યુવાનો ૧૫ થી ૨૦ હજાર કમાવવા માટે આ બધું કરે છે તેને આવા લોકો બ્લેકમેઇલ કરી સામે રૂપિયા પડાવી લે છે.