GJ-18 જિલ્લામાં આવેલ માણસા શહેર નગરપાલીકા ક્યારે આવસ ખંખેરશે, દબાણો ઉપર દબાણો, કોઇ પૂછવા વાળું નથી, માણસામાંથી દબાણ હટાવવા તંત્ર દોટ મૂકે તો ૨ મહિના, દબાણ હટાવતા લાગે, એટલા દબાણો છે, દબાણોની ફરીયાદોના ઢગ, પણ ક્યારે તંત્રના ઠગો કરશે કાર્યવાહી, બાકી રાજકારણની ચાલે વગજેવો ઘાટ સર્જાયો છે, માણસા નગરપાલીકા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં કાચા પાકા દબાણો જાેવા મળે છે ત્યારે નગરપાલિકા તંત્ર પણ આ દબાણો સામે આંખ આડા કાન કરતું હોય તેઓ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે આ દબાણો ધીરે ધીરે વધી રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં નગરપાલિકા વિસ્તારમાંદબાણ થઇ રહ્યું છે ત્યારે નગરપાલિકાના દબાણ ના અધિકારીઓ પણ આ મુદ્દે ચૂપકીદી સેવી લીધી છે અને કોઇ જ કાર્યવાહી નહીં કરવા મન બનાવી લીંધુ હોય તેમ લાગી રહ્યું છે જેની પાછળ ઘણા કિસ્સાઓમાં રાજકીય દબાણ પણ અધિકારીઓને નડતું હોય છે. નગરપાલિકાના સત્તાધીસો અધિકારીઓ પણ ણાણસામાં મોટા પાયે દબાણ હોવાની વાતને સ્વીકારી રહ્યા છે પરંતુ કોઇ કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તેવા સવાલ સામે ચૂપકીદી સેવી રહ્યા છે.
માણસાના કાચા પાકા દબાણો મુદ્દે માણસા નગરપાલિકાના શાસક અને વિપક્ષ બંન્ને પક્ષોએ હથિયાર હેઠા મૂકી દીધા છે. ત્યારે અન્ય સભ્યો દ્વારા પણ કોઇ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવતો નથી અને કાચા પાકા દબાણો હટાવવાની કામગીરી ખોરંભે ચડી છે થોડા દિવસ અગાઉ પોલીસે પણ માણસાના મુખ્ય બજારોમાં લારી ગલ્લાના દબાણ હટાવવાની કામગીરી કરવાની છે તેવી વાતો પણ વહેતી થઇ હતી પરંતુ અહીંયાથી પણ દબાણ મુદ્દે કોઇ જ કામગીરી કરવામાં નથી આવી તેવી સ્પષ્ટ લાગી રહ્યું છે.